વરાછામાં હીરાની કંપનીમાં નોકરી કરતા બે મેનેજરો સહિત ૩ કર્મીએ હીરાદલાલ મારફતે રફ હીરા ૨.૭૫ કરોડના વેચાણ કરી નાણા ચાંઉ કરી ગયા હતા. આ અંગે હીરાના વેપારી અર્ણવ ચંદ્રકાંત જાેષીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મુખ્ય મેનેજર નીમેષ પ્રાગજી દિયોરા, મેનેજર સતીષ મગન પરમાર, પૂર્વ કર્મચારી દિવ્યેશ દેવજી કરકર અને હીરાદલાલ કુંજન વસંત મહેતા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
અડાજણ-પાલ વૈષ્ણવ દેવી લાઇગફ સ્ટાઇલમાં રહેતા હીરાના વેપારી અર્ણવ જાેષીની વરાછા કે.પી.સંઘવી બિલ્ડિંગમાં વર્ધન જેમ્સ નામની હીરાની કંપની આવેલી છે. કંપનીના મુખ્ય મેનેજર નીમેષ દિયોરાએ અન્ય મેનેજર સતીષ પરમાર અને ત્રણ કર્મીઓ સાથે મળી હીરા દલાલ કુંજન વસંત મારફતે ૪૯ નંગ હીરા ૨.૭૫ કરોડમાં વેચી રકમ બારોબાર ચાઉં કરી લીધી હોવાનો આરોપ થયો છે.


















Recent Comments