સુરતના પાંડેસરાના વડોદ ગામમાં રહેતા એક ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. પરિવારમાં એકનો એક દીકરો આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.જાેકે યુવકના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી. ત્યારે આ મામલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.ઘટના અંગેની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસની ટીમ ઘટનાઓ પહોંચી હતી. પોલીસે જુદી જુદી રીતે તમામ પ્રકારની તપાસ કર્યા બાદ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી ન શકાયું ન હતું. પોલીસે આપઘાત કરનાર યુવકના મૃત દેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ૩૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Recent Comments