ગુજરાત

સુરતમાં ૩ જગ્યાએથી દૂધના કેરેટની ચોરી

સુરતના કતારગામ-વેડ રોડ વિસ્તારમાં રોજ વહેલી સવારે ટેમ્પો લઈને આવતા ચોર ઈસમો દૂધના કેરેટ ચોરી જતા હોવાની ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થતા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ૫ દિવસમાં ત્રણ વિક્રેતાઓ ત્યાંથી ૪૮ કેરેટ એટલે કે ૫૭૬ લિટર દૂધની બિંદાસ્ત ચોરી થતા વિક્રેતાઓમાં રોષ જાેવા મળ્યો છે. દૂધ વિક્રેતાએ જણાવ્યું હતું કે, મારી રાધા ક્રિષ્ના ડેરીના નામે દૂધનો વ્યવસાય છે. ૨૫મીની વહેલી સવારે માત્ર ૪ જ મિનિટમાં મારે ડેરી બહારથી ૧૪ કેરેલ એટલે કે ૮૨૦૦ની કિંમતનું ૧૭૦ લીટર દૂધ ચોરી કરી ગયા હતાં.

દૂધના કેરેટની કિંમત ગણીએ તો ૧૪,૨૦૦ થાય છે. કમાણી ઓછી અને ગુમાવવાનું વધારે, દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે. જેનું આ જીવંત ઉદાહરણ છે.દૂધ વિક્રેતાએ જણાવ્યું હતું કે, સાલું હવે દૂધ ની થેલીઓ પણ સુરક્ષિત નથી. છેલ્લા એક મહિનાથી આજુબાજુના દૂધ વિક્રેતાઓ બૂમ પાડી રહ્યા હતા. પણ જ્યારે મારા કાઉન્ટર પરથી ચોરી થયા બાદ એના દર્દ નો અહેસાસ થયો છે. રવિવાર ની વહેલી સવારે ટેમ્પામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો દૂધના ૭ કેરેટ એટલે કે રૂપિયા ૫૦૦૦ ની કિંમતની ૮૪ લીટર દૂધ અને કેરેટ અલગથી ચોરી કરી ને ભાગતા ઝ્રઝ્ર્‌ફ માં કેદ થઈ ગયા હતા.

Related Posts