ગુજરાત

સુરતમાં ૩ યુવકોને ઢોર માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના PSI ને સસ્પેન્ડ કરી દેવાયા

સુરતમાં ૩ યુવકોને ઢોર માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના ઁજીૈંને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમગ્ર ઘટનામાં વિવાદ સર્જાતા પોલીસ કમિશનરે ઁજીૈં એ.કે.પટેલને સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ ખાડી પુલ નજીકથી પસાર થતી વખતે પુણા પોલીસ મથકના પોલીસકર્મીઓએ ૩ યુવકોને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં વીડિયો ઉતારી રહેલા અન્ય યુવકને પણ પોલીસે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ સમયે ઁજીૈં પટેલ પોઈન્ટ પર હતા. તેમના પર આરોપ છે કે ૮ પોલીસકર્મીઓને બચાવવા માટે તેઓ કાર્યવાહી ન કરી. હાલ સમગ્ર કેસની તપાસ સારોલી ઁૈં દેસાઈને સોંપવામાં આવી છે.

Related Posts