ગુજરાત

સુરતમાં ૪ કિલો ચરસના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઝડપા

સુરત શહેરમાં યુવાનો નશાના રવાડે ચઢી રહ્યા છે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે કામ કરી રહી છે.સુરત એસઓજી દ્વારા અબ્રામા ચેકપોસ્ટ ખાતે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં કારમાં સવાર ઈસમને શંકા જતા પૂછપરછ જ કરતા ચરસ સાથે ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી ૪ કિલોથી વધુનો જથ્થો ઝડપી લેવાયો હતો. જેની અંદાજે કિંમત ૨૩ લાખથી વધુ છે. હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એસ.ઓ.જી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ચરસ હિમાચલ પ્રદેશથી સુરત લાવવામાં આવતી હતી. હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીથી અંદાજે ૭૫ કિલોમીટર દૂર આવેલા કસોલ ખાતેથી ચરસ લાવીને સુરતના યુવાનોને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.કસોલમાં દેશ-વિદેશથી આવતા યુવાનો ચરસનું સેવન કરતા નજરે પડે છે જ્યાં મોટી માત્રામાં ચરસની ખપત થતી હોવાની ચર્ચા છે.

ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી મુખ્ય આરોપી જેનીશ ખેની બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. મીની બજાર મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુના કોમ્પ્લેક્સમાં પોતાની શેર માર્કેટની ઓફિસ ધરાવે છે. તેમજ અન્ય એક મહિલા નિકિતા ઝડપાય છે, જે સિવાન હાઇટ્‌સ મોટા વરાછા ખાતે રહે છે. જે પોતે ફેશન ડિઝાઈનર છે. અન્ય એક આરોપી ડ્રાઈવર અતુલ પાટીલ ઝડપાયો છે. વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે રહે છે.જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી છે.

Follow Me:

Related Posts