સુરતમાં ૫ાંચ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની શંકા
સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જાેકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પરિવાર સાથે સૂતેલી હોવા દરમિયાન જ તેનું બે ઈસમ દ્વારા પણ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જાેકે પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતાં સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઊઠયો હતો.
આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો વતની અને મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે. બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી. જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. એમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને હાલ પીએમ માટે મોકલી અપાયો છે. પોલીસે આરોપી લલનસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે. હાલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી.
હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે. અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાની જાણકારી મળી છે.
Recent Comments