fbpx
ગુજરાત

સુરતમાં ૫ વર્ષીય બાળકીને પિંખાતા બચાવનાર યુવકને સુરત પોલીસ કમિશનરના હસ્તે ૫ હજારનું પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યો

સુરતના પાંડેસરામાં ૫ વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી તે વેળાએ એક ઇસમ બાળકીને બિસ્કીટ આપી પોતાની સાથે ઝાંડી ઝાંખડાવાળી જગ્યામાં લઇ ગયો હતો અને બાળકીના કપડા કાઢી બદકામ કરે તે પહેલા જ ત્યાં શૌચાલય માટે આવેલા ઈસમને બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં પહોચી ગયો હતો. બાળકીને બચાવી લીધી હતી. યુવકની સુઝબુઝથી એક બાળકીની જિંદગી બચી હોય સુરત પોલીસ કમિશનરે યુવકને પોલીસ કમિશનર કચેરી ખાતે બોલાવી ૫ હજારનું રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યો હતો. શું હતો સમગ્ર મામલો?.. તે જાણો.. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિવાર રહે છે. ગત ૧૪ ફેબ્રુઆરીના રોજ પતિ રાબેતા મુજબ નોકરી પર ગયો હતો અને પત્ની ઘરે ઘરકામ કરતી હતી તે વેળાએ આ પરિવારની ૫ વર્ષીય દીકરી ઘર નીચે રમી રહી હતી. એક ઇસમ બાળકીને લઈને તેણીની માતા પાસે આવ્યો હતો અને બાળકીની માતાને જણાવ્યું હતું કે હું પાછળ ખુલ્લી જગ્યામાં ટોયલેટ કરવા ગયો હતો તે સમયે બાળકીના રડવાનો અવાજ આવતા મેં જાેઇને જાેયું તો બાળકી નગ્ન અવસ્થામાં હતી અને તેની સામે એક ઇસમ પોતાનું પેન્ટ ઘુંટણ સુધી ઉતારી બદકામ કરવાની તૈયારીમાં હતો જેથી તે દોડીને ત્યાં ગયો હતો અને યુવકને લાત મારી નીચે પાડી દીધો હતો અને બાળકીને બચાવી લીધી હતી અને બાદમાં બુમાબુમ કરતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. યુવકને પકડી લીધો હતો બાદમાં બાળકીને લઈને તમારી પાસે આવ્યો છું તેમજ યુવકને પણ પકડીને લઇ આવ્યા છીએ. માતાએ બાળકીની પૂછપરછ કરતા બાળકીએ જણાવ્યું હતું કે તે ઘર નીચે રમી રહી હતી ત્યારે અંકલે બિસ્કીટ આપવાનું કહી જંગલમાં લઇ જઇ મારા કપડા કાઢી નાંખ્યા હતા.

આ દરમ્યાન બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રોપી બાળકી સાથે દુષ્કર્મ આચરે તે પહેલા જ ત્યાં શૌચાલય માટે ગયેલા બીરેન્દ્રકુમાર લલનસિંગ રાજપૂત (ઉ.૨૦) ત્યાં પહોંચી ગયો હતો. બાળકીના રડવાનો અવાજ આવતા તેને કઈક અજુગતું લાગ્યું હતું અને તેણે જઈને જાેયું તો એક ઇસમે બાળકીના કપડાં કાઢી નાખ્યા હતા અને બાળકી સાથે દુષ્કર્મ કરવાનો જ હતો. આ જાેઇને બીરેન્દ્ર દોડીને ગયો હતો અને યુવકને લાત મારી નીચે પાડી દીધો હતો અને બાળકીને કપડા પહેરાવી બચાવી લીધી હતી. બાદમાં બુમાબુમ કરતા અન્ય લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા અને નરાધમ યુવકને ઝડપી લીધો હતો આમ બીરેન્દ્રની સતર્કતાથી બાળકીની લાજ બચી હતી. આ ઘટનાની જાણ સુરત પોલીસ કમિશનરને થઇ હતી. સુરત પોલીસ કમિશરે બીરેન્દ્રકુમાર રાજપૂતને સુરત પોલીસ કમિશર કચેરી ખાતે બોલાવ્યો હતો અને તેની કામગીરીને બિરદાવી હતી. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ૫ હજારનું રોકડ પુરસ્કાર અને પ્રસંશાપત્ર આપી પ્રોત્સાહિત કર્યો હતો અને તેની કામગીરીને બિરદાવી હતી.

Follow Me:

Related Posts