fbpx
ગુજરાત

સુરતમાં ૬ માળની ઈમારત ધરાશાયી થતા ૧૫ લોકોને ઈજા પહોંચી

સુરતમાં એક ૬ માળની જર્જરીત ઈમારત ધરાશાયી થઈ છે. સચિન ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં આવેલી ઈમારત અચાનક જમીનદોસ્ત થતા ૧૫ લોકોને નાની મોટી ઈજા આવી છે. વરસાદના કારણે જર્જરીત ઈમારત ધરાશાયી થઈ હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયરના કર્મીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

જો કે ઈમારત નીચે કોઈ દબાયુ હોવાની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. મળતી પ્રાથમિક વિગતો અનુસાર સચિન ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં આવેલા પાલી ગામની અંદર ૬ માળની જર્જરીત ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડીંગમાં ૧૦ થી ૧૫ લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઈમારત ધરાશાયી થતાની સાથે જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જર્જરીત ઈમારત હોવા છતા જીવના જોખમે લોકો ત્યા રહેતા હોવાની માહિતી મળી છે. હાલ પોલીસ દ્વારા ત્યાંથી લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts