સુરતમાં ૭.૯૦ લાખનો મુદ્દામાલ ચોરી કરીને આવેલી મહિલા વડોદરામાં ઝડપાઈ
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા ૭,૯૦,૨૪૦ની ચોરી થઈ હતી અને આ અંગેની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરી મહિલાએ કરી હોવાનું બહાર આવતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. જાેકે, ઉમરા પોલીસને મહિલા ચોર હાથ લાગી ન હતી. દરમિયાન રૂપિયા ૭,૯૦,૨૪૦ નો મુદ્દામાલ ચોરી કરનાર વડોદરા મંગળબજારમાં ખરીદી કરી રહી હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૪ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહને મળી હતી.
જે માહિતીના આધારે તેઓએ પી.એસ.આઇ. ડી.વી. પાટીલના માર્ગદર્શન હેઠળ મહિલાને રૂપિયા ૭,૯૦,૨૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં મહિલાનું સીમરન સુનિલકુમાર બાઠીયા (રહે. રાજસ્થાન)ની હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા રેલવે પોલીસ કંટ્રોલને માહિતી મળી હતી કે, એકતાનગર દાદર એક્સપ્રેસમાં એક મુસાફર દારના નશામાં ધમાલ મચાવી રહ્યો છે. જેના આધારે વડોદરા રેલવે પોલીસે વડોદરા આવી પહોંચેલી ટ્રેનમાં તપાસ કરતા રાજીવકુમાર દૌજીરામ જાટવ (રહે. રાજસ્થાન) દારુના નશામાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તે એટેન્ડન એસીમા હોવાનું બહાર આવ્યું હતું. રેલવે પોલીસે રાજીવકુમાર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments