સુરતના ખટોદરા વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સીસાયટી ખાતે દુકાન ડ્રાયફ્રૂટ બજાર નામે ડ્રાયક્રૂટની દુકાનમાં મહારાષ્ટ્રના થાણેથી આવેલા વયોવૃદ્ધ મહિલા સાથે ડ્રાયફ્રૂટની દુકાનમાં આવીને પોતાની ઓળખ જલારામ મંડળ વીરપુરના વડા હોવાની ઓળખ આપી હતી. પોતાની હેડ ઓફીસ મહારાષ્ટ્ર થાણે સાંઇધામ સોસાયટી ઘાને વેસ્ટ ખાતે આવેલ હોવાનું જણાવ્યું હતું. તેમને પ્રસાદ રૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટની જરૂર હોવાનું જણાવી ૬૬ કિલો કાજુ કિં.રૂ ૪૯,૩૧૦ તથા ૪૨ કિલો બદામ કિ.રૂ.૨૮, ૬૭૩ તથા ૧ કિલો અખરોટ કિં.રૂ.૧૧૦૦ મળીને કુલ્લે કિ.રૂ ૭૯૦૮૩ના ડ્રાયફ્રૂટ ખરીદ્યા હતા. કોમ્પ્યુટરાઇઝ્ડ બીલ બનાવવાનું હોય જેથી વિગત પુછતા તેમણે જલારામ મંડલના નામે બીલ બનાવવાનું જણાવ્યું હતું. તેમના મોબાઇલ મારફતે મોબાઇલ નંબર પર ફોન કરાવતા તેમના મોબાઇલ નંબર આવી ગયા હતા. જેથી તેઓના જણાવ્યા મુજબની વિગતવાળું બિલ બનાવી તેમને આપીને પેમેન્ટ કરવા કહેતા તેમણે આ બધો માલ અમારી દુકાનની બહાર પાર્ક કરેલ ટેક્ષી પાર્સીંગ કાર (સ્ૐ-૦૪-ત્નેં-૭૨૮૮)માં મુકી દઈ પેમેન્ટ કરવાનું કહ્યું હતું. કારમાં પેમેન્ટ લેવાના બહાને દુકાનની બહાર જઈને વૃદ્ધ અને તેની સાથે ૫૦ વર્ષીય મહિલા કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વયોવૃદ્ધ અને તેની સાથે આવેલી મહિલા દ્વારા ડ્રાયફ્રૂટના વેપારી સાથે પ્રસાદના નામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે તેમજ જે મોબાઇલ નંબર અને તેમને એડ્રેસ લખાવ્યો છે તેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.મહારાષ્ટ્રના થાણેથી આવેલા વૃદ્ધ અને એક આધેડ મહિલાએ પ્રસાદી માટે ૮૦ હજારના ડ્રાયફ્રૂટ ખરીદી સુરતના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. વૃદ્ધ અને મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.સીસીટીવી આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ૮૦ હજારના ડ્રાયફ્રુટ ખરીદી બે ઈસ્મો ફરાર સીસીટીવીમાં કેદ

Recent Comments