fbpx
ગુજરાત

સુરતમાં ૯ માસના ગર્ભ સાથે મહિલાએ મતદાન કરી પૂરી પાડી પ્રેરણા

સુરત શહેરમાં એક એમબીએ બાદ ખાનગી કંપનીમાં ઓફીસ મેનેજમેન્ટ તરીકે કામ કરતી એજ્યુકેટેડ પરિણીતાએ ૯ મહિનાના ગર્ભ સાથે મતદાન કરી તમામને જાગૃત કરવાની અનોખી અપીલ કરી છે. મતદાનએ આપણો હક છે અને સાચા અને પ્રામાણિક પ્રતિનિધીઓને પસંદ કરવા મતદાન જરૂરી હોવાનું કહેતી રૂતા ધોરાજીયાનું માનવું છે કે, મોટી સંખ્યામાં મતદાન થાય એ જ આપણામાં જાગૃતતાનું પ્રતીક હોવાનું સાબિત કરે છે. મતદાન કરી અને બીજાને કરવામાં અપીલ અને મજબૂર પણ કરીશ, એ જ મારી જાગૃતતાનું ઉદાહરણ છે.

રૂતા જીજ્ઞેશ ધોરાજીયા (ઉ.વ. ૨૯, રહે. મોટા વરાછા, સંસ્કૃતિ રેસિડેન્સી) એ જણાવ્યું હતું કે, મારા લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ આઈડીએફસી બેંકમાં મેનેજર છે. હું પોતે એમબીએ સુધીનો અભ્યાસ કરી આજે એક ખાનગી કંપનીમાં ઓફીસ મેનેજમેન્ટ અને એકાઉન્ટન્ટનું કામ કરુ છું. આ મારું પહેલું બાળક છે. ૯ મહિનાના ગર્ભ સાથે હાલ હું પિયરમાં છું. ડોક્ટરોએ આ માહામારી સામે સાવચેત રહેવાના આદેશ આપ્યા છે. હું ચોક્કસ મારા પહેલાં બાળકને લઈ ગંભીર અને ચિંતિત છું. પણ હું આજના આ પવિત્ર મતદાન ઉત્સવમાં જઈ અને મારો મત આપ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી જાગૃતતા છે.

કોર્પોરેટરથી લઈ વડાપ્રધાન સુધીના પ્રતિનિધિઓને પસંદ મતદાન કરવાથી જ દેશનો સાચો વિકાસ થઈ શકે છે. વધુમાં વધુ મતદાન થાય એ માટે જ આજે હું ૯ મહિનાના ગર્ભ સાથે મતદાન કરી મારા જેવી તમામ બહેનોમાં એક ઉદાહરણ અને દાખલો આપીશ અને તમામને જાગૃત થવા અપીલ કરીશ.

Follow Me:

Related Posts