સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હિરા બજારમાંથી જીઆઇએના બોગસ સર્ટિફિકેટના આધારે હીરા વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક વેપારીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જીઆઇએ (જીમોલૉજિકલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા)ના સર્ટિફિકેટ સાથે નકલી હીરા વેચવાનું રેકેટ ચલાવતા વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ વેપારીની ઓળખ ધર્મેશ તરીકે થઈ છે.
હાલ પોલીસે વેપારી પાસેથી જીઆઇએના ૨૪ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને લેશર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments