સુરતના કતારગામ વિસ્તારમાં પોલીસની જુગરધામ પર રેડ,પોલીસે રેડ કરી ૧૦ જુગરીઓને ૧૧.૨૮ લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા,ઝડપાયેલા ઈસમો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા.
શહેરના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર સાગર કમ્પાઉન્ડમાં શો રુમની ઉપર લુમ્સ ના કારખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ પડી હતી જેમાં પોલીસે ૧૦ જુગારીઓને ઝડપી પાડયા હતા જુગારીઓ પાસેથી ૧૧ લાખ ૨૮ હજાર રોકડ કબજે લેવાય હતી પકડાયેલા જુગારીઓમાં હીરાના વેપારી અને હીરા દલાલ તેમજ લુમ્સના કારખાના ચલાવતા લોકો પણ સામે હતા.
– શોર્ટકટ રૂપિયા કમાવવા કારખાનાને જુગારધામમાં ફેરવ્યું.
કતારગામ પોલીસે ૧૦ જુગારીઓ પાસેથી રોકડ ૧૧ લાખ ૨૮ હજાર,૧૦ મોબાઈલ ફોન,૫ મોટરસાયકલો અને ૧ કાર મળી કુલ ૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે જણાવ્યું હતું કે લુમ્સના કારખાનાંનો માલિક ડેનિસ પટેલ જુગારનો અડ્ડો ચલાવતો હતો,શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે ડેનિસે કારખાનામાં જ જુગાર ધામ બનાવી દીધું હતું,જુગાર રમવા માટે આવતા જુગારીઓને ચા,પાણી સહિતની સવલતો પણ ડેનિસ પૂરી પાડતો હતો.
– જુગાર રમતા પકડાયેલા લોકો.
૧)સેનિસ હરેશચંદ્ર પટેલ,૨)નાથા ગોવિંદ ચુડાસમા,૩)તળસી ઉર્ફે કાળુ નારોલા,૪)અલ્પેશ નરશી,૫)રાકેશ જયંતિ પટેલ,૬)અશ્વિન બેચર પટેલ,૭)અરવિંદ હરિ પટેલ,૮)અશોક ભણાજી પરમાર,૯)હરેશ મગન કોરડીયા,૧૦)તેજસ રતિલાલ પટેલ.
Recent Comments