સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે ખડકી ફળિયામાં રહેતા બિપિનભાઈ રણજિતભાઈ દેસાઈ (ઉ.વ.62)ની જીવનમાં નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી. પરંતુ વર્ષ 2020માં 7મી ડિસેમ્બરના રોજ કોરના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમના ફેફસાં 75 ટકા ડેમેજ થઈ જવાથી 1 મહિનો અને 2 દિવસ આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી. આ સમયમાં ચારે તરફ મૃતદેહો બિપિનભાઈએ પડેલા જોયા હતા, ત્યારે જ મનમાં દૃઢ નિશ્ચિય કર્યો હતો. હું સાજો થઈશ તો, પહેલા નર્મદા પરિક્રમા કરવા જઈશ. આ દૃઢ સંકલ્પ અડગ રહ્યો હતો. 9મી જાન્યુઆરી 2021ના રોજ બિપિનભાઈને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા લીધા પછી 2 મહિના સતત ઓક્સિજનની જરૂર પડી હતી. ત્યારબાદ 7 મહિના થોડો શ્રમ કરતાં જ ઓક્સિજનની જરૂર પડતી હતી. આ સમય બાદ થોડા સ્વસ્થ્ય થયાં હતા. જોકે, બિપિનભાઈને શુગર, બ્લડપ્રેશર અને ફેફસાં ડેમેજ હોવાથી ડોક્ટેર માત્ર વધુમાં વધુ 5-10 ડગલા માંડવા સૂચન કર્યું હતું. પરંતુ બિપિનભાઈએ હિંમત રાખી ઓક્સિજન સાથે માં નર્મદાની પરિક્રમા કરવાની અનુમતિ માટે નારેશ્વર ગુરુદેવના દર્શન ગયા હતા. ત્યાંથી પરત ફરીને `નર્મદે હર`નું સ્મરણ કરીને તા. 15મી ઓક્ટોબર 2021ના રોજ નર્મદાની પરિક્રમાની યાત્રા શરૂ કરી હતી. તે સમયે બિપિનભાઈનું વજન 106 કિલો હતું. રોજના 25-30 કિમી ચાલતાં હતાં. આખર 124 દિવસમાં બિપિનભાઈએ તેમના જીવનની સૌથી મોટી ઈચ્છા 3200 કિમીની માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી હતી અને હેમખેમ પરત આવ્યા. બીપીનભાઈ પરત આવ્યા ત્યારે તેમનું વજન 80 કિલો થઈ ગયું હતું. પોતાના દૃઢ મનોબળને કારણે યાત્રા પૂર્ણ કરી ઘરે સ્વસ્થ્ય પરત ફર્યા હતા. વોર્ડમાં લાશો જોઈ સંકલ્પ લીધો સાજો થઈશ તો નર્મદા પરિક્રમા કરીશ બીપીનભાઈએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં ત્યારે તેમની આજુબાજુ મૃતદેહ જોયા હતાં. આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા હતાં, અને ત્યાંજ તેમણે દ્ઢ નિશ્ચય કર્યો. હું સાજો થઈને ઘરે જઈશ, તો પહેલા માં નર્મદાની પરિક્રમા કરી મારી ઈચ્છા પૂર્ણ કરીશ, આજે યાત્રા સુખરૂપ પૂર્ણ થઈ છે. નર્મદે હરનું રટણ અને ગુરુદેવનું સ્મરણ મારું રક્ષણ કરતાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી પરત આવેલા બિપીનભાઈએ જણાવ્યું હતું કે ગુરુદેવના દર્શન કરીને શરૂ કરેલી યાત્રાએ મને વિશેષ ઉર્જા આપી હતી. તેમજ ડગલે પગલે નર્મદે હરનું રટણ અને ગુરુદેવનું સ્મરણ મારુ રક્ષણ કરતાં હતાં.
સુરત : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી! કોરોના સામે લડ્યા અને જીતવા માટે માં નર્મદાની પરિક્રમાનો સંકલ્પ લીધો

Recent Comments