fbpx
ગુજરાત

સુરત અને તાપી જિલ્લાની ૬૫૭ ગ્રામપંચાયતની રવિવારે ચુંટણી

સુરત અને તાપી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે સરપંચ અને સભ્યોના ઉમેદવારો જાેરશોરથી ચૂંટણીમાં વિજય મેળવવા પ્રચાર પ્રસાર જાેરશોરથી ચાલતા, ચૂંટણીનો માહોલ જામ્યો હતો, જેનો આખર શુક્રવારે સાંજે અંત આવ્યો હતો. ચૂંટણી પડઘમ શાંત થયા હતા. બીજી તરફ વહીવટીતંત્રએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે. સુરત જિલ્લામાં ૯ તાલુકાની ૪૦૭ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૩૯૧ સરપંચની બેઠક અને ૨૫૩૯ સભ્યોની બેઠકના ઉમેદવારોની ચૂંટણી થશે. જિલ્લામાં ૯૪૯ મતદાન મથક પર ૧૯૧૫ મતપેટીમાં મતદાન થશે.

જ્યારે ૮,૦૦,૩૨૨ મતદારો ગ્રામ પંચાયતના આગામી ૫ વર્ષ માટે સરપંચ અને સભ્યો પસંદ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં ૧૦૨ ચૂંટણી અધિકારી, ૧૦૨ મદદનીશ ચૂંટણી અધિકારી, ૫૧૭૨ પોલિંગ સ્ટાફ અને ૧૬૫૭ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તાપી જિલ્લામાં ૭ તાલુકાની ૨૫૦ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૨૪૮ સરપંચની બેઠક પર અને ૧૯૩૦ સભ્યોની બેઠક પર ચૂંટણી થશે. જિલ્લામાં ૬૩૦ મતદાન મથક પર ૧૦૦૫ મતપેટીમાં મતદાન કરવામાં આવશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો ૫,૭૫,૭૦૧ મતદારો ગ્રામ પંચાયતના આગામી ૫ વર્ષ માટે સરપંચ અને સભ્યો તરીકે પસંદ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં ૬૧ ચૂંટણી અધિકારી, ૬૧ મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૯૫૫ પોલિંગ સ્ટાફ અને ૧૩૮૨ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તાપી જિલ્લાના વ્યારા સહિત સોનગઢ,ઉચ્છલ, નિઝર,ડોલવણ,વાલોડ, કુકુરમુંડા તાલુકા માં ચૂંટણી માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શુક્રવારે વ્યારા પંથક સહિત વિવિધ ગામો માં હથિયારો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી.વ્યારા ના ગ્રામ્ય વિસ્તારો માં ૪૦થી વધુ ટીમ ફેલગ માર્ચ માં જાેડાઈ હતી આજે વ્યારાના જેશીંગપુરા,કસવાવ ,કપુરા ,કેળકૂઈ , રૂપવાડા સહીત અન્ય ગામો માં ફેલગ માર્ચ કરાઈ હતી.

સુરત અને તાપી જિલ્લાના ૧૬ તાલુકાની ૬૫૭ ગ્રામપંચાયતોની ચૂંટણી પ્રચાર પ્રસારના પડઘમ શુક્રવારે સાંજે શાંત પડ્યા હતા. બીજી તરફ વહીવટીતંત્ર મતપેટીઓ સહિતની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરી છે. બંને જિલ્લામાં રવિવારે ૧૫૭૯ મતદાન મથકો પર ચૂંટણી થશે. જેમાં ૬૩૯ સરપંચની બેઠકની અને ૪૪૬૯ વોર્ડના સભ્યોની બેઠકની મળી કુલ ૫૦૯૮ બેઠકના ઉમેદવારોના ભાવિ ૧૩.૭૫ લાખ મતદારો ૨૯૨૦ મતપેટીમાં મત આપી સીલ કરવામાં આવશે. ચૂંટણીમાં ૩૨૬ ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ૯૧૨૭ પોલિંગ સ્ટાફ અને ૩૦૯૧ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. મંગળવારે તમામ ઉમેદવારોના મતપેટીમાં બંધ થયેલ ભાવિનો ફેસલો થશે.

Follow Me:

Related Posts