સુરત અમરોલી (છાપરાભાઠા) તાપી કિનારે”પુજન,ભજન અને ભોજન”નો ત્રિવેણી સંગમ…
સુરતઅમરોલી(છાપરાભાઠા)તાપીકિનારે પુજન,ભજન અને ભોજન નો ત્રિવેણી સંગમ સુરત છાપરાભાઠા તાપી નદીના કિનારે ગોપાલ ગૌ સેવા આશ્રમ, (ગાંધારી આશ્રમ ની બાજુમા)મા પુજન,ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ યોજાયો. ધુણી ચેતન,ગૌસેવા,તાપી મૈયા પુજન તેમજ સંતવાણી નુ ભવ્ય આયોજન મહંત સંત અશોકપુરીબાપુ દ્વારા કરવામાં આવેલ ,મહંત અશોકપુરી બાપુ તેમજ સંત ગોપાલદાસબાપુના માગઁદશઁન નીચે સેવક સમુદાયના વિશાળ ફોજ સાથે ભરચક્ક કાયઁક્રમો યોજાયેલ,આશ્રમ મા સવારથી જ ધુન,ભજન સંતવાણી શરુ થયેલ,તાપી માતાનું પુજન તાપી નદીની વચ્ચે હોડીમાં યજ્ઞ કરવા મા આવેલ,,ગૌ માતાઓનું ભવ્ય પુજન કરવાં મા આવેલ,સાજે પાંચ વાગ્યે વિશાળ સંખ્યામાં પધારેલ શાંતિ મહંતો પુજારીઓ ના સામૈયા કરવામા આવેલ,ધુણી ચેતન કરવામાં આવેલ ,રાત્રે દસ વાગે સંતવાણી મા ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટ,તેજપુરી ગોસ્વામી, કાજલબેન બુધેલીયાએ જમાવટ કરેલ.
Recent Comments