fbpx
ગુજરાત

સુરત આરટીઓ દ્વારા ચાલુ વર્ષે ૪૯૨ લાયસન્સ સસ્પેન્ડ કરાયા

સૌથી વધારે લાયસન્સ જુલાઈ મહિનામાં સસ્પેન્ડ થયા છે . જાન્યુઆરીમાં ૭૨, ફેબ્રુઆરીમાં ૮૨, માર્ચમાં ૬૨, એપ્રિલમાં ૩૭, મે માં ૭, જૂનમાં ૪૫ , જુલાઈમાં ૧૦૯, ઓગસ્ટમાં ૭૮ મળીને ૬૯૨ વર્ષ ૨૦૨૦માં કુલ ૪૩૧ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮- ૧૯ માં ૧૦૦૩ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૨૦૧૭-૧૮માં ૪૮૫ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક ના નવા નિયમો લાગુ કર્યા પછી રોંગ સાઈડ ચલાવવા પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે આ વર્ષમાં લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આંકડો હજી પણ વધારી શકે છે. ગાડી ચલાવતી વખતે ડ્રિન્ક કરવું, ફાસ્ટ રાઈડ કરવી અથવા તો મોબાઈલ પર વાત કરતી વખતે પહેલીવાર પકડવા પર આરટીઓ દ્વારા ત્રણ મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે.

તેમને કારણ દર્શક નોટિસ આપવામાં આવે છે. જાે વાહન ચાલક આરટીઓને યોગ્ય કારણ જણાવે છે તો લાયસન્સ ફક્ત ત્રણ મહિના માટે જ સસ્પેન્ડ થાય છે. અને જાે નોટિસનો યોગ્ય જવાબ નથી આપવામાં આવતો અને બીજીવાર લાપરવાહી કરતા પકડાઈ ગયા તો લાઇસન્સ હંમેશા માટે રદ્દ કરી દેવામાં આવે છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું છે કે લાપરવાહી રાખવાથી લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. જાે નોટિસ પછી પણ યોગ્ય જવાબ સાથે લાઇસન્સ આરટીઓમાં જમા કરવામાં આવે છે. તો ફક્ત ત્રણ મહિના માટે જ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. સુરત આરટીઓ વિભાગ દ્વારા છેલ્લા આઠ મહિનામાં ૪૯૨ વાહનચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વાહનચાલકો વિરૂદ્ધ ગાડી ચલાવતી વખતે ડ્રિન્ક કરવા, મોબાઇલ પર વાત કરવા,ઈયરફોન પર ગીતો સાંભળવા તેમજ સોશિયલ મીડિયા પર ચેટ કરવા સહિતના કારણો માટે કાર્યવાહી કરવામાં આવી છે.

પાછલા વર્ષે પણ ૪૦૦થી વધારે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૯ ના નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થવા પછી નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. જેના લીધે લાઇસન્સ વગર પકડવાથી પંદરસો રૂપિયાનો દંડ ભરવો પડશે. આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કડકાઈ એટલા માટે કરવામાં આવી છે, કારણ કે રસ્તા પર લાપરવાહીના કારણે વાહન ચાલક પોતાની જાતને તો નુકસાન પહોંચાડે છે. સાથે જ તેમને પણ નુકસાન કરે છે જે સાવધાનીથી ગાડી ચલાવતા હોય છે. ત્યારે ક્યારેક લાપરવાહીના કારણે વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. તેવા લોકોની આદત સુધારવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કડકાઈ બતાવવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts