ગુજરાત

સુરત એરપોર્ટના રન વે ઓએનજીસીની પાઈપ લાઈનની જ્ગ્યાથી અલગ એન્ગલથી બનાવવા વિચારણા

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તણ માટે ક્લેક્ટરાલયમાં મળેલી બેઠકમાં નવા ક્રોસ એંગલથી રન-વે બનાવવા સૈદ્ધાંતિક સહમતિ સધાઇ છે. આગામી દિવસોમાં આ માટે એક્સપર્ટની ટીમ પાસે નોર્થ ઇસ્ટ એંગલ અને અક્ષાંશ રેખાંશ ઉપર વિચારણા કરાશે. મોટા ભાગે હાલના એરપોર્ટના પાછળના ભાગે આવેલી જમીનો આ માટે ઉપયોગમાં લેવાય તેવી પ્રબળ સંભાવના છેસુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ આડે ઘણાં વિઘ્નો છે. સુરત એરપોર્ટને લઇને લાંબા સમયથી રાહ જાેવાતી હતી. સરકારે જન આંદોલન બાદ એરપોર્ટને ફુલફ્લેજ્ડ તૈયાર કરી દીધું હતું. પરંતુ આ દરમિયાન હવે એરપોર્ટ વિસ્તરણની માંગ ઊઠી છે. જિલ્લા પ્રશાસન અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે આ અંગે લાંબા સમયથી કસરત ચાલે છે. આ કસરત હજી કોઇ નિષ્કર્ષ ઉપર નથી પહોંચી. સુરત એરપોર્ટના હયાત રન-વે નીચેથી ઓએનજીસીની મેઇન પાઇપલાઇન પસાર થાય છે. જેને લઇને તંત્રની મુસીબતોમાં ઉમેરો થયો હતો. આ પાઇપલાઇન હટાવવાથી માંડીને લાઇન ઉપર રન-વે માટે અનેક પ્રકારના વિકલ્પો ઉપર વિચારણા થઇ હતી. ગઇકાલે સુરત જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને એરપોર્ટ વિસ્તરણ માટે મહત્ત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સુરત કલેક્ટર ઉપરાંત એરપોર્ટ ઓથોરિટીની ટીમ અને ઓએનજીસીના ઇજનેરો સહિત તજજ્ઞો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં ઓએનજીસીની રન-વે નીચેથી પસાર થયેલી પાઇપલાઇન ઉપર ગહન ચર્ચા થઇ હતી. જેમાં પાઇપલાઇન હટાવવા માટેનો પડતર ખર્ચ અધધ…પાંચસો કરોડ ઉપર આવ્યો હતો. પાંચસો કરોડના આ આંકડાને પગલે તંત્ર પણ અવાક થઇ ગયું છે. કેમ કે, પાંચસો કરોડમાં આખું નવું એરપોર્ટ બની શકે. જેને લઈને તજજ્ઞોએ આ લાઇન યથાવત રાખવા ર્નિણય કર્યો હતો. રનવે સ્ટ્રીપ માટે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા વિચારી છે. કલેક્ટર આયુષ ઓક સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે નવા રન-વે સ્ટ્રીપ માટે વિચારણા થઇ છે. એ માટે હાલના એરપોર્ટ પરિસરમાંથી ક્રોસ એંગલ ઉપર નવા રન-વે માટે વિચારણા થઇ હતી. આ અંગે મોટા ભાગે તમામ તંત્ર વચ્ચે સહમતી પણ સધાઇ છે. હવે આ અંગે નજીકના દિવસોમાં મોજણી કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. કલેક્ટરે કહ્યું હતું કે, હાલ એરપોર્ટ આસપાસ ઘણી સરકારી જમીનો છે. જેનો ઉપયોગ કરી શકાય તેમ છે.

Related Posts