સુરત એરપોર્ટ પર નોકરીની લાલચમાં ૨.૪૮ લાખ ગુમાવ્યા
સુરત સરથાણાના રત્નકલાકારે નોકરી છોડી દેતા પીએફની રકમ ૨.૪૭ લાખ તેમના ખાતામાંથી ઓટીપી વગર જ ઉપડી ગઈ હતી. આ અંગે રત્નકલાકારે પોલીસ ફરિયાદ આપી છે. અમરેલીના વતની અને પાસોદરા શિવ શકિત સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય વિરલ ઘેલાભાઈ સાવલીયાએ થોડા જ વખત પહેલા હીરાના કારખાનામાંથી નોકરી છોડી દીધી હતી. જૂન મહિનામાં તેમના ખાતામાં પીએફના ૨.૪૮ લાખ જમા થયા હતા.
તેઓ બેંકમાંથી ઉપાડવા માટે જાય તે પહેલાં જ તેમના ખાતામાંથી ૯૫ હજારના ૨ ટ્રાન્જેકશન તેમજ એક ૫૭ હજારનું ટ્રાન્જેકશન થયું હતું અને ૨.૪૭ લાખની રકમ ઉપડી ગઈ હતી. ખાતામાં માત્ર ૧૮૦૦ રૂપિયા રહી ગયા હતા. તેમના મોબાઇલ પર ઓટીપી કે લિંક આવી ન હતી છતાં ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા. નોકરી છોડી દીધી ઉપરથી પીએફના નાણાં પણ ચાલી જતા રત્નકલાકારની હાલત કફોડી બની હતી.ડિંડોલીની કોલેજીયન યુવતીએ એરપોર્ટ પર જાેબ મેળવવામાં ૨.૪૮ લાખ ગુમાવ્યા છે.
પોલીસે તાનીયા શર્મા, વિક્રમ, જાેની સીંગ અને અમરજીત નામના શખ્સો સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. સીતારામનગરમાં રહેતી અને બીકોમનો અભ્યાસ કરતી રાધા યાદવે (૨૨) સોશિયલ મીડિયામાં જાેબ સર્ચ કરી બાયોડેટા અપલોડ કર્યો હતો. ૨ મેએ યુવતી પર એક કોલ આવ્યો જેમાં એરપોર્ટ પર નોકરીની ઓફર કરી હતી. યુવતીએ ૨.૪૮ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ઠગ ટોળકીએ ઓનલાઇન પરીક્ષા, ટ્રેનીંગ, લેપટોપ અને બોન્ડના નામે રૂપિયા પડાવ્યા હતા.
Recent Comments