સમગ્ર દેશમાં ચોરી કરતી ઉત્તર પ્રદેશની કુખ્યાત બિજનોરી ગેંગ માટે સુરતમાં ભોમિયો તરીકે કામ કરતા રાંદેરના આધેડને એસઓજી પોલીસેએ રાંદેર મોરાભાગળ સર્કલ પાસેથી તમંચો બે કારતુસ સાથે ઝડપી લીધો હતો. આધેડ સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી બચાવવાનું પણ કામ કરે છે.
સુરત માં છેલ્લા કેટલાક સમયથી ચોરી ની સ્ટેટ ઘટના ને લઈને પોલીસે આવી ઘટના ડામવા માટે નો પ્રયાસ કરી રહી છે
ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ઉત્તર પ્રેદેશ ની જાણીતી બિજનોરી ગૅંગ દેશ ભરમાં ચરી કરે છે જાેકે આ ગેંગનો એક ઈસમ સુરતમાં છેલ્લા કેલાક સમયથી સક્રિય છે અને તે સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી બચાવવાનું પણ કામ કરે છે.
પોલીસે આ બાતમીના આધારે આરોપી રાંદેર મોરાભાગળ સર્કલ આવવાનો છે એવી બાતમીના ધારે પોલીસે આરોપીને પકડી પાડવાનો તખ્તો ગોઠવ્યો હતો જાેકે આ ઈસ્મ આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. બીલ્ડીંગ નં.૨૧, રૂમ નં.૯, એસ.એમ.સી ક્વાર્ટર્સ, સાંઈવીલા રેસિડેન્સીની સામે, જહાંગીરપુરા, સુરત તથા ઘર નં.૨૦, બદ્રન સોસાયટી, ઓલપાડ સાયણ સુગર ફેક્ટરી રોડ, તા.ઓલપાડ, જી.સુરત સિકંદરખાન છોટુખાન પઠાણ પોલીસે ઝડપી પાડ્યો હતો.


















Recent Comments