ગુજરાત

સુરત કિરણ હોસ્પિટલ દ્વારા મ્યુકોરમાયકોસીસ ( ફુગ ) ની બિમારીની દવા પેટે રૂપિયા ૧-૧ લાખની સહાયરૂપે પ્રથમ રાઉન્ડમાં આજે ૨૫ દર્દીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા

. કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણીના જણાવ્યા મુજબ , આ કોરોના પેડેમીક ના દ્વિતીય વેવ માં સપડાયેલા કોવિડ દર્દીઓમાં મ્યુકોરમાયકોસીસ ( કુગ ) ના રોગનો પ્રકોપ વધ્યો છે . મ્યુકોરમાયકોસીસ ( કુગ ) ના રોગ ની સમયસર તપાસ , નિદાન અને ઇલાજ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે અને તેમ કરવાથી જીવલેણ રોગ માંથી બચી શકાય છે . કિરણ હોસ્પિટલમાં કાર્યરત ઇ.એન.ટી. સર્જન ડો . ભાવિન પટેલ અને આંખ વિભાગના નિષ્ણાંત ડો સંકિત શાહ ની અત્યંત તેજ કામગીરી તેમજ તેમના સર્વોર્ટમાં ડો . કલ્પેશ ગોહિલ ( નેફોલોજીસ્ટ ) , ડો . અરવિંદ પટેલ ( પ્લાસ્ટીક સર્જન ) તઉપરાંત ડેન્ટલ વિભાગના તબીબો તેમજ ડો . મેહુલ પંચાલ ( માઇક્રોબાયોલોજીસ્ટ ) ડો . સેજલ ઉનડકટ ( હિસ્ટ્રો પેથોલોજીસ્ટ ) મળીને એક મલ્ટીડીસીપ્લીનરી ટીમ એપ્રોચથી કામ કરે છે . આ બિમારી ધરાવતા હાલ કિરણ હોસ્પિટલમાં ૦૦ દર્દીઓ દાખલ છે તેમજ ૨૦ દર્દીઓને આપરેશન કરી રજા આપવામાં આવેલ છે , હાલ ૦૫ દર્દીઓ વેઇટીંગ લીસ્ટમાં છે . આ રોગ માટેના કિરણ હોસ્પિટલ ખાતે રોજના ૭-૮ દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે . કિરણ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લીધેલ અને સારવાર લેતા દર્દીઓમાં મ્યુકોરમાયકોસીસ ( ફુગ ) ના દર્દીઓ ખાસ જોવા મળ્યા નથી . આ તમામ દર્દીઓ શહેર અને રાજયના અન્ય વિસ્તારો માંથી આવેલ છે .

આ બિમારીમાં દર્દીને મ્યુકોરમાયકોસીસ ( કુગ ) ની સર્જરી બાદ ૧૮૦ ઇંજેકશન ૪૫ દિવસમાં આપવા પડે છે તેનો ખર્ચ વધારે હોવાથી આજ રોજ કિરણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી ઓછી આવક ધરાવતા દર્દીઓને દવા પેટે આ અઠવાડીયામાં પ્રથમ ૨૫ દર્દીઓને રૂપિયા એક – એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા . જેમા હોસ્પિટલના ડોકટરો દ્વારા મ્યુકોરમાયકોસીસ ( કુગ ) ની બિમારી વિશે માહિતી આપવામાં આવી આ સંપુર્ણ કાર્યક્રમ ઓનલાઇન સોશિયલ , પ્રિન્ટ મીડીયા અને ટી.વી. ચેનલોના માધ્યમથી સુરત તથા ગુજરાતની જનતા સુધી પ્રસારીત કરવામાં આવ્યો હતો જેમા હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ અને ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા . હાલની કોરોનાની પરિસ્થિતિને લક્ષમાં રાખીને આવી જ રીતે દર અઠવાડીએ ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે . અમારી કિરણ હોસ્પિટલે આ મ્યુકોરમાયકોસીસ ( ફુગ ) ના દર્દીઓને દવા પેટે રૂપિયા ૧ કરોડ થી વધારેનો સહયોગ કરવાનો નિર્ણય લીધો છે

Related Posts