સુરત ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી અંદાજિત ૧૦ કિલો MD ડ્રગ્સ જપ્ત કર્યુ
સુરત શહેર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અંદાજિત ૧૦ કિલો સ્ડ્ઢ ડ્રગ્સ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી જપ્ત કર્યુ છે. પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતથી રાજસ્થાન સુધી સ્ડ્ઢ ડ્રગ્સનું નેટવર્ક હોવાની વાત સામે આવી છે. યુવાનોને નશાના રવાડે ચડાવી યુવાધનને બર્બાદ થતુ રોકવા માટે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તે રંગ પણ લાવી રહી છે. સુરતથી રાજસ્થાન સુધી સ્ડ્ઢ ડ્રગ્સનું નેટવર્ક હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે અને ૧૦ કિલો સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. આ સાથે ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. કરોડોની કિંમતનું આ સ્ડ્ઢ ડ્રગ્સ ક્યાંથી આવ્યુ હતુ અને કોની પાસેથી મેળવ્યુ અને કોને આપવાનુ હતુ તે તમામ દિશામાં ક્રાઈમ બ્રાંચે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Recent Comments