સુરત ખાતેથી યોજાયેલ વચ્યુૅલ (કોન્ફરન્સ) બેઠકમાં રેલ્વે સંબંધિત પ્રશ્નો અંગે રેલ્વે રાજયમંત્રી શ્રીમતિ દશૅનાબેન જરદોશને રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા મહુવા–સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે સ્ટોપ આપવા કરાઈ રજૂઆત
ઢસા–જેતલસરનું કામ તાત્કાલી પૂણૅ થાય તે માટે મોનીટરીંગ કરવામાં આવે ખીજડીયા–અમરેલી–વિસાવદર લાઈનના ગેજ પરીવતૅન માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવે મહુવા–ધોળા અને મહુવા–ભાવનગર લોકલ ટ્રેનો પુન: ચાલુ કરવામાં આવે. અમરેલી અને સાવરકુંડલા બાયપાસ ઉપર આવેલ રેલ્વે ક્રોસીંગ ઉપર આર.ઓ.બી.ના નિમૉણ માટે મંજુરી આપવામાં આવે
અમરેલી અને સુરતમાં વસવાટ કરતા લોકોની વષોૅ જૂની માંગણી અને સાંસદ નારણભાઈ કાછડીયાના સતત પ્રયત્નોના ફળસ્વરૂપે મહુવા–સુરત ટ્રેનને સપ્તાહમાં પાંચ દિવસ ચલાવવાની મંજુરી સાથે આજ તા. ૧૯/૦૮/ર૦ર૧ ના રોજ રેલ્વે રાજય મંત્રી શ્રીમતિ દશૅનાબેન જરદોશ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી બપોરે ૩:૩૦ કલાકે સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી અને
કોન્ફરન્સના માધ્યમથી આગેવાનો અને અધિકારીઓને સંબોધિત કરવામાં આવેલ હતા.
આ તકે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ નવા સમય પ્રમાણે ચાલુ કરવામાં આવેલ મહુવા–સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે સ્ટોપ પ્રદાન કરવા અસરકાર રજૂઆત કરેલ હતી. સાંસદે જણાવેલ હતુ કે, જયારે મહુવા–સુરત ટ્રેન અઠવાડીયામાં એક દિવસ ચાલતી ત્યારે લીલીયા મોટા ખાતે સ્ટોપ હતો પરંતુ હાલ આ સ્ટોપને રદ કરવામાં આવેલ છે. લીલીયા મોટા તાલુકો લાખથી વધુની વસ્તી ધરાવતો તાલુકો હોઈ, અમરેલી જિલ્લા મથકે થી ફકત ૧પ કિ.મી.ના અંતરે આવેલ હોઈ, અમરેલી–લીલીયા ઉપરાંત કુંકાવાવ અને બાબરા તાલુકાના લોકોને પણ લીલીયા મોટા ખાતે સ્ટોપ મળવાથી ફાયદો થાય તેમ હોઈ, તો મહુવા–સુરત ટ્રેનને લીલીયા મોટા ખાતે તાત્કાલીક સ્ટોપ પ્રદાન કરવામાં આવે. સાંસદે વધુમાં રજૂઆત કરતા જણાવેલ હતુ કે, વષૅ ર૦૧ર–૧૩ ના રેલ બજેટમાં મંજુર કરવામાં આવેલ ઢસા–જેતલસરનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહેલ છે. આ કામની ટાઈમ લીમીટ છઠા મહીનામાં પૂણૅ થયેલ હોઈ, તો આ રે૬ત્સિવે લાઈનનું કામ ઝડપથી પૂણૅ થાય તે માટે આર.વી.એન.એલ. અને એજન્સીઓને જરૂરી સૂચના આપવામાં આવે અને કામનું મોનીટરીંગ કરવામાં આવે.
ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી વષૅ ર૦૧પ–૧૬ વર્ષના રેલ બજેટમાં જાહેર થયેલ (૧)ખીજડીયા–વિસાવદર (૯૧ કી.મી. રૂા. પ૪૭ કરોડ), (ર) વિસાવદર–જૂનાગઢ (૪ર કીમી રૂ. રપ૩ કરોડ) અને (૩) વિસાવદર–વેરાવળ (૭૧ કીમી રૂા. ૪૬૦ કરોડ) ના ગેજ પરિવતૅનના કામ માટે આગામી બજેટમાં નાણાંકીય જોગવાઈ કરવામાં આવે જેથી રેલ્વે બોડૅ તરફથી ટેન્ડર થી લઈ આગળની કાયૅવાહી હાથ ધરી શકાય. અમરેલી સંસદીય વિસ્તારમાં ગારીયાધાર થી પાલીતાણા સુધી નવી રેલ્વે લાઈન બીછાવવા માટે બજેટમાં જાહેરાત થયા બાદ હજુ સુધી તે બાબતે કોઈ કાયૅવાહી થયેલ નથી. તો આ પ્રોજેકટ અન્વયે થયેલ કાયૅવાહીની વિગતો પુરી પાડવામાં આવે અને અમરેલી સંસદીય વિસ્તાર માંથી ચાલતી મહુવા–ધોળા (નં. પ૯ર૩પ/પ૯ર૩૬ ) અને ભાવનગર–મહુવા લોકલ ટ્રેન કોવીડના લીધે માચૅ–ર૦ર૦માં બંધ કરી દેવામાં આવેલ હતી જે હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. અત: આબંને ટ્રેનોને પુન: રાબેતામુજબ સુચારૂ રૂપે ચાલુ કરવામાં આવે જેથી લોકોને તેનો લાભ મળી શકે. ઉપરાંત અમરેલી શહેર અને સાવરકુંડલા શહેરમાં બે નવા બાયપાસનું કામ આજથી બે વષૅ પહેલા પૂણૅ થયેલ છે પરંતુ આ બંને બાયપાસ ઉપર આવેલ રે૬ત્સિવે ક્રોસીંગ પર આર.ઓ.બી. બનાવવાના કામની દરખાસ્ત થયેલ હોઈ, પરંતુ હજુ સુધી મંજુરી મળેલ નથી. જેના લીધે ખુબ જ ટ્રાફીક સજૉઈ રહયો છે અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. તેથી અમરેલી સંસદીય વિસ્તારના આ તમામ પ્રશ્નો અંગે સત્વરે નિણૅયો લેવામાં આવે તે માટે સાંસદ કાછડીયાએ રેલ્વે મંત્રી શ્રીમતિ દશૅનાબેનને અસરકારક રજૂઆત કરેલ હતી.
Recent Comments