સુરત ખાતે ખજૂરી પીપળીયા ગામનું સ્નેહમિલન બન્યું સેવા મિલન નિષ્ણાંત તબીબો દ્વારા આરોગ્ય તપાસ અવરનેસ જનજાગૃતિ
સુરત સ્નેહમિલન બન્યું સેવા મિલન અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ તાલુકાના ખજૂરી પીપળીયા ગામના અને હાલ સુરત સ્થિત સમસ્ત ગામ. લોકો દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ ગઈ તા.૧૮ ને રવિવારના રોજ યોજાયો “સેવા” થકી હંમેશા માનવતા મહેકાવી દેતા યુવાન મહેશ ભુવા કંઈક નાવીન્ય કરવા માટે જાણીતા છે. સમાજ માં ઉજવાતા સ્નેહમિલન માત્ર જમવા પૂરતા જ સીમિત નહિ પરંતુ સેવા ના મિલન અને સ્વાસ્થય માટે ના સહિયારા પ્રયાસ હોવા જોઈએ.
અનેક વિધ સામાજિક સેવા પ્રવૃતિ કરનાર એવા મહેશભાઈ ભુવા દ્વારા વિવિધ વિષયો ના નિષ્ણાંત ડોક્ટરો સાથે સંપર્ક કરી અને તેમના ગ્રામજનોને સેવા સાથે સ્નેહમિલનને રજૂઆત કરી આ પ્રોગ્રામનું આયોજન એક અનોખું ગોઠવ્યું અને ગ્રામજનો તેમજ બધા જ લોકોને ખુંબ લાભ તેમજ જાણકારી મળી તે બદલ તમામ ડોક્ટર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો સમાજ સેવક મહેશભાઈ ભુવા નું એવું કહેવું છે લોકો સ્નેહમિલન નો મતલબ ખાલી જમવા પૂરતો જ ના રાખવો જોઈએ આ સ્ટેજ છે એ મોટામાં મોટું ઉપયોગીતા જ ગણી શકાય લોકોને માહિતી મળે તેવા પ્રોગ્રામ ગોઠવવા જોઈએ જેથી કરીને અવેરનેસ ફેલાય અને લોકોને ફાયદો થાય તેવા સ્નેહમિલનમાં કાર્યક્રમ ગોઠવા જોઈએ આ સ્નેહમિલન થી જ સેવા સહ સ્નેહમિલન ની શરૂઆત કરવાથી અન્ય સ્નેહમિલન કરતા અલગ તરી આવ્યો કારણકે આ સમારોહ માં સેવા ને મુખ્ય હેતુ ગણવામાં આવ્યો હતો.
જેમાં આંખ ચેકઅપ , મોઢા નું ચેકઅપ અને મુખ્ય ગંભીર બીમારી એવી કેન્સર રોગ વિશે માહિતી સાથે જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમ માં ડો. નિકુંજ વિઠલાણી સાહેબે સૌ પધારેલા મહેમાનો ને કેન્સર વિશે માહિતી આપતા જણાવ્યું કે કેન્સર ના પ્રકાર કેટલા હોય છે , ભારતભરમાં આ રોગ ની ટકા વારી કેટલી છે, તેનાથી બચવા શું પગલાં લેવા જોઈએ વગેરે ગ્રામજનો સમજી શકે તેવી જ ભાષામાં સમજણ આપી ડો.ભાવેશ કથીરીયા સાહેબે બાળકો માં વધતા જતા મોબાઈલ ના ઉપયોગ થી શું શું થાય અને આને રોકવા માટે શું તકેદારી રાખવી જોઈએ તે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
ડો.ચિંતન ભુવા સાહેબે આંખો ના રોગ માટે માર્ગદર્શન આપી અને 200 થી વધારે વ્યક્તિઓનું ચેકઅપ કરી આપવામાં આવ્યું.આ સ્નેહમિલન સમારોહ માં સેવાભાવિ તબીબો અને સેવાભાવી વ્યક્તિ ને આમંત્રણ આપી એક અલગ રાહ ચીંધવામાં આવ્યો..જેમકે મોટા અને નામચીન વ્યક્તિઓને આમંત્રિત કરી મોટા ભાષણ નહિ આપવા જોઈએ. માત્ર સેવા સાથે સ્નેહમિલન યોજવું જોઈએ..આનાથી દરેક સમાજ કંઇક ને કઈંક માહિતી થી જાગૃતતા આવશે અને સામાજિક સુધારો માટે પ્રેરણાત્મક પહેલ કરી હતી
Recent Comments