માજી અને પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સૈનિક કુમાર છાત્રાલય કાર્યરત છે. સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાય છે. માજી અને પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો કે જેમને સુરત ખાતે આવેલા શૈક્ષણિક સંસ્થાઓમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે સુરત ખાતે ગૌરવ સેનાની ભવન ખાતે નવનિર્મિત સૈનિક કુમાર છાત્રાલય કાર્યરત છે. આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા કુમાર અને તેમના માતા-પિતાએ સુરત કચેરીનો રુબરુ સંપર્ક કરી નમૂના મુજબનું પ્રવેશ ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવા. વધુ વિગત માટે ટેલિફોન નંબર (૦૨૬૧) ૨૯૧૩૮૨૦ અને ૯૪૨૬૮ ૦૨૮૨૦ પર સંપર્ક સાધવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ અધિકારીશ્રી એ એક યાદીમાં જણાવ્યુ છે.
સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા : સૈનિક પરિવારો જોગ

Recent Comments