fbpx
અમરેલી

સુરત ખાતે લાઠી તાલુકાના સમસ્ત કાચરડી ગામનું સ્નેહ મિલન અમરેલી જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતા માં યોજાયું સામાજિક સંવાદિતા વ્યસન મુક્તિ ઉચ્ચ શિક્ષણ દીકરા દીકરીને સમાન અધિકારનો સુંદર સદેશ અપાયો

સુરત શહેર ખાતે લાઠી તાલુકા ના સમસ્ત કાંચરડી ગામનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લા ભાજપ  પ્રમુખશ્રી  કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું તારીખ ૧૨/૬/૨૨  ના રોજ સુરત શહેર ખાતે સમસ્ત કાંચરડી  ગામ વતી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું સ્નેહમિલન કાર્યક્રમ ની શરૂઆત કાંચરડી  ગામની ગંગા સ્વરૂપા બહેનો ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવા મા આવી હતી સ્નેહમિલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમસ્ત કાંચરડી ગામ એકતાનું પ્રતીક બની રહે. નાત જાતના ભેદભાવ દૂર કરવા. યુવાનો ને વ્યસન મુક્તિ માટે હાકલ. ગામના બાળકોના શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણના પ્રયાસો. કુરિવાજોને  ડામવાના પ્રયાસો  સર્વધર્મ સમાન, ગામમાં વધુને વધુ લોકો જાગૃત થાય, દીકરા-દીકરીને સમાંતર ન્યાય અને એક સરખું મહત્વ તેવા હેતુસર  આ સ્નેહમિલન કાર્યક્રમનું  આયોજન કરવામાં આવેલ હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા નું કાંચરડી  ગામ તેમજ કાચરડી ગામની કોર કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાંચરડી  ગામના કોરોના કાળ દરમિયાન કોરોના વાયરસ ના લીધે ભોગ બની સ્વર્ગસ્થ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Follow Me:

Related Posts