સુરત ખાતે વસવાટ કરતા અમરેલી લોકસભા ક્ષેત્રના આ પરિવારજનો દ્વારા ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરાયું
દેશની જનતાએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં અમલવારીમાં આવેલ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ અગત્યના વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો – કાર્યકર્તાઓ મોદી પરિવાર સભાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચાડશે
આવનાર લોકસભા 2024 ની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં સુરત ખાતે વસવાટ કરતા અમરેલી લોકસભા ક્ષેત્રના પરિવારજનો દ્વારા આયોજિત સ્નેહમિલન સંમેલન યોજાયું હતું હતું આટકે અમરેલી લોકસભા ક્ષેત્રના પરિવારજનો ઉપસ્થિત રહીને સમાજના આગેવાનો અને વડીલો સાથે આત્મીય મુલાકાત કરવામાં આવી હતી આ તકે અમરેલી પધારેલા અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસુરીયા,અમરેલીના ધારાસભ્યને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજુલાના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, ધારીના ધારાસભ્યશ્રી જેવી કાકડિયા, ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, પ્રદેશમંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા , પૂર્વ ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, મનુભાઈ કાકડીયા, ,સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણી,સહિતના આગેવાનો સુરત ખાતે ઉપસ્થિત રહ્યા હતા
અને આ તકે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા તેમજ પાંચેય ધારાસભ્યોનું બાળાઓ દ્વારા સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં લોકોએ અભૂતપૂર્વ સ્નેહ ભરતભાઈ સુતરીયાને આપ્યો હતોઆવનાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડા પ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે અમરેલી લોકસભા બેઠક પર મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરાવીને તમામ મતદારો જ મોદી સાહેબનો પરિવાર છે એવું ચરિતાર્થ કરવાની હાકલ કરવામાં આવી હતી
Recent Comments