સુરત ગ્રીષ્મા હત્યા મામલો: આરોપી પાસે પોલીસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું, આરોપીના મોંઢા પર કોઇ પછતાવો ના દેખાયો.!
સુરત ગ્રીષ્મા વેકરીયા હત્યાં મામલે પોલીસ દ્વારા વધુ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાનું રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ.
હત્યારા ફેનિલ ગોયાણી સાથે સાથે રાખી ઘટના નું રિકન્સ્ટ્રક્સન કરવામાં આવ્યું જેમાં એસ.પી.,ડી.વાય,એસ.પી,પી. આઈ,પી. એસ. આઈ તેમજ LCB, SOG સહીત ના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.હત્યાની ઘટનાની શરૂઆતથી લઈ અંત સુધીનું રિકન્સ્ટ્રક્સન કરવામાં આવ્યું હતું.રેન્જ આઈ.જી દ્વારા બનાવવામાં આવેલી સીટ ની ટીમ દ્વારા આરોપી પાસે સમગ્ર ઘટનાનું રી- કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું,પોલીસ દ્વારા કરવામાં આવેલા રી-કન્સ્ટ્રક્શન દરમીયાન આરોપી ફેનીલ ગોયાણીના મો પર કોઈ પછટાવો દેખાઈ રહ્યો ન હતો,પોલીસ આરોપી પાસે ઘટનાનું વર્ણન કરાવતી હતી ત્યારે ગ્રીષ્માના માતા-પિતા પણ હાજર હતાં,ગ્રીષ્માના માતા-પિતા ની આંખ માંથી આંસુ થોભવના નામ નથી લેતા ત્યારે તેઓ હત્યારાને જલ્દી માં જલ્દી ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે,આરોપી ફેનીલ ગોયાણી હાલ કામરેજ પોલીસના કબ્જા માં છે કોર્ટે પણ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે ત્યારે પોલીસ તપાસ દરમિયાન હજુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે આજ રોજ પોલીસ દ્વારા આખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ત્યારે હત્યારાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Recent Comments