fbpx
ગુજરાત

સુરત છઝ્રમ્એ ઉમરગામના મામલતદારને ૫ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધાં

વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર અમિત ઝડફિયા ૫ લાખની લાંચ લેતા લેતા ઝડપાયા છે. સુરત છઝ્રમ્એ મામલતદાર ઓફિસમાં જ છટકું ગોઠવી અમિત ઝડફિયાને રંગે હાથે ઝડપી પાડ્યા છે. ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીનનો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમા ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા ૭.૫૦ લાખ રુપિયાની લાંચ માગવામાં આવી હતી.
ફરિયાદના આધારે સુરત રૂરલ છઝ્રમ્ની ટીમે છટકુ ગોઠવ્યું હતું. છટકામાં ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા રૂ.૫ લાખની લાંચ સ્વીકારતા પકડાઇ ગયા હતા.ઉમરગામમાં મામલતદાર જ પાંચ લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Follow Me:

Related Posts