fbpx
ગુજરાત

સુરત જહાંગીરાપુરમાં ફ્લેટમાંથી જુગાર રમતા ૯ શકુનીઓને પોલીસે ઝડપી પાડ્યા

સુરત જહાંગીરાપુરના એક ફ્લેટમાંથી જુગાર રમતા ૯ને પોલીસે રૂપિયા ૬.૩૬ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.તમામ જુગારીઓ સામે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીના નિયમોનું ઉલ્લંઘન કર્યા બદલ તેમજ જાહેરનામાના ભંગ બદલની કાર્યવાહી પણ કરવામાં આવી છે.જહાંગીરપુરાના શરનમ રેસીડન્સી ફ્લેટ નં.જી-૧૦૪માં જુગારધામ ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફ્લેટ હાર્દીક બીપીનભાઇ ઠક્કરનો હોવાનું અને એ પોતાના અંગત લાભ માટે જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે જુગારીઓ પાસેથી જુગાર રમવાના સાધનો પુશ પાડી, પાના, પર રૂપીયા પૈસાનો અંદર-બહારનો હારજીતનો જુગાર રમતા-રમાડતા સાધનો કબ્જે લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા ૬૪,૧૦૦ તથા નાળના રોકડા રૂપિયા ૫૦૦૦ તથા દાવના રોકડા રૂપિયા ૧૨,૦૦૦ મળી કુલ રોકડા રૂપિયા ૮૧,૦૦૦ તેમજ જુગાર રમતા ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ૧૦ ફોન જેની કિમત રૂપિયા ૧,૫૫,૫૦૦ તથા ૪ વાહનો કિંમત રૂપિયા ૪ લાખ તથા પાનાની આખી કેટ નંગ.૪ કિમત રૂપિયા ૭૦૦ તથા લાઇટબીલ નંગ.૧ રૂપિયા ૪૦૦ મળી કુલ્લે ૬,૩૬,૬૦૦ ની સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા જુગારીઓએ કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્યમાં ચેપીરોગ (વાયરસ) ફેલાય તેની બેદરકારી રાખી ભેગા થઇ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નહિ કરી તથા માસ્ક નહિ પહેરી તથા ચાર કરતા વધારે લોકોએ એકઠા થઇ કોવીડ-૧૯ વૈશ્વિક મહામારીના નિયમોનું ઉલ્લંઘન કર્યા બદલ અને પોલીસ કમિશ્નર સુરત નાઓના જાહેરનામાનો ભંગ બદલનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

Follow Me:

Related Posts