સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે એક મંદિરમાં ખેલાયો લોહિયાળ ખેલ
બુધવારે મોડી સાંજે કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલ હનુમાનજી મંદિરની એક રૂમમાં બે સગા સાઢુ ભાઈઓ પારિવારિક ઝગડાને લઈ બોલાચાલી થતા એકે બીજાને તીક્ષ્ણ હથિયાર વળે પેટના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનામાં બને ને છોડાવવા વચ્ચે પડેલા મંદિરના મહંતને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પલસાણા તાલુકાના તાંતીથૈયા ખાતે રહેતા અને કાપડના પાર્સલ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા સિપાહીલાલ રામદૂત તિવારી (ઉ.વ.40) તેમજ તેમના સગા સાઢુભાઈ એવા શિવલાલ લલન પાંડે બને બુધવારે મોડી સાંજે કામરેજ તાલુકાના ઉંભેળ ગામની હદમાં ને.હા.48 પર છત્રાલા કોમ્પલેક્ષની બાજુમાં બંસી એપાર્ટમેન્ટ નજીક આવેલ સૂર્યમુખી હનુમાજી મંદિરના પરિસરની એક રૂમમાં બને પારિવારિક ઝગડાને લઈ વાતચીત કરતા હતા જે દરમિયાન બને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બને ઝગડો કરતા કરતા રૂમની બહાર આવ્યા હતા જે દરમિયાન શિવલાલ પાંડે એ સિપાહીલાલ તિવારી પર તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા બંનેને છોડાવવા વચ્ચે પડેલા મંદિરના મહંત પુન્દ્રીક મિશ્રાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનામાં સિપાહીલાલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે મહંત ને વધુ સારવાર માટે સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા એલ.સી.બી.તેમજ.એસ.ઓ.જી.ની ટિમ ઘટના સ્થળ પર પહોંચી ગુન્હો ઉકેલવાની તજવીજ હાથધરી છે
Recent Comments