સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ જ ખોફ ના હોય તેમ બિન્દાસ પણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે…હજુ સરથાણા માંથી ધોળા દિવસે મોપેડ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી ત્યારે સુરત જિલ્લાના કીમ કઠોદરા રોડ પર આવેલી સોસાયટીમાંથી બે તસ્કરો સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા છે…ઘટના અંગે વાત કરીએ તો કીમ-કઠોદરા રોડ પર આવેલ અરવિંદ નગરના એક બંગલાના પાર્કિંગમાંથી તસ્કરો સ્પોર્ટ્સ બાઇકનો લોક તોડી બાઈકને ધક્કો મારી ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. જો કે ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા એક તસ્કર બાઈકની રેકી કરી જાય છે પછી બીજો તસ્કર આવે છે અને બાઈકના લોકને તોડી બાઈકની ચોરી કરી ફરાર થઇ જાય છે. સમગ્ર ઘટના અંગે બાઈક માલિકને જાણ થતા કિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેથી કીમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વધુમાં બાઈકના માલિક 23 વર્ષીય સોયેબ પઠાણએ જણાવ્યું હતું કે, 2018નું મોડલ હતું. લગભગ 1.5 લાખની બાઇક ખરીદી હતી… ઘરના આંગણે પણ વાહનો સુરક્ષિત નથી, તો વ્યક્તિઓ ક્યાંથી હોય તેવો સવાલ પણ બાઈક માલિકે કર્યો હતો.
સુરત જિલ્લાના કિમ – કઠોદરામાં સ્પોર્ટસ બાઇકની થઈ ચોરી : ઘટના CCTVમાં કેદ

Recent Comments