સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ છે. કામરેજની સત્યમ નગર ચોકડી પાસે છ્સ્માં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. તસ્કરોમાં પોલીસનો ખૌફ રહ્યો નથી. જે આ ઘટના પરથી લાગી રહ્યું છે જેમાં તસ્કર ગેસ કટર લઈને ચોરી કરવા આવ્યા હતા અને છ્સ્ને કાપીને ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. મશીન કાપવાના પ્રયાસ દરમિયાન મશીન સળગી ઉઠતા તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી તસ્કરો સુધી પહોંચવા અને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત જિલ્લામાં તસ્કરોએ ગેસ કટરથી ATM તોડી ચોરીનો પ્રયાસ



















Recent Comments