ગુજરાત

સુરત જિલ્લામાં સી.આર. પાટીલની આગેવાનીમાં યોજાયા વિવિધ કાર્યક્રમો અને લોકાર્પણ

આજરોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે 201 ટીબી પેશન્ટને દત્તક લેવાનાં કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ શહેર અધ્યક્ષ નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્થાઈ સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, સુરત મહાનગર ડોક્ટર સેલના અધ્યક્ષશ્રી ડૉ વિરેન્દ્રસિંહ મહીડા ગુજરાત નર્સિંગ સ્ટાફના શ્રી ઈકબાલભાઈ કડીવાલા, ટ્રસ્ટી લા. અશોકભાઈ કાનુગો સાહેબ હાજર રહ્યા હતા.     સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સુરત ખાતે 81મો દીવાન બહાદુર ગાંધીકપ તથા 14 મી સાર્વજનિક કપ ટુર્નામેન્ટ 2021-22 ના ઉદ્ઘાટન પ્રસંગે માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સ્પોર્ટ્સ કમિટીના પ્રમુખ મયંકભાઈ દેસાઇ, સાર્વજનિક યુ.પ્રોફેસર પર્સી એન્જિનિયર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.કિશોરસિંહ ચાવડા સહિત આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.    સુરતના ચીખલી ખાતે સ્પંદન હોસ્પીટલ અને સ્વામીનારાયણ નર્સીંગ કોલેજના સહયોગથી શારદા ફાઉન્ડેશન દ્વારા આયોજીત વિના મૂલ્યે મેગા મેડિકલ કેમ્પના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ.સી.આર.પાટીલ   ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠાના માન.કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત શારદા ફાઉન્ડેશનના આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.  

પ્રગતિ યુવક મંડળ -પ્રગતિ વિધાલય દ્વારા “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભારત અભિયાન” અંતર્ગત લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર ટ્રસ્ટ, સુરત દ્વારા યોજાયેલ કેન્સર પીડીત કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.    આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા રીમેઈનીંગ UIDSSMT અંતર્ગત બીલીમોરા શહેરની પાણી પુરવઠા યોજના હેઠળ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 2 પાણી ટાકીનું લોકાર્પણ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠાના માન.કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ, નવસારી જીલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત નગરપાલિકાના પ્રમુખ તેમજ ભાજપાના આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts