fbpx
ગુજરાત

સુરત ટ્રાફિક એસીપીના જન્મદિનની પાર્ટીનો વિડીયો વાયરલ થતા,કોરોના ગાઈડલાઈનનો કોઈ રાજકીય પક્ષ અમલ કરતો નહોવાનું સુરત એસીપી દ્વારા સોશિયલ મિડીયા થકી સી.આર.પાટીલનો ફોટો જાહેર કર્યો

સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર પ્રતિબંધ છે. તેમ છતાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ટ્રાફિક એસીપીના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેથી ભારે ટીકાઓ થતાં ટ્રાફિક એસીપીએ પોતાની ભૂલ સુધારવા કે સ્વિકારવાની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળતા લોકોથી ભંગ થયેલા સોશિયલ ડિસ્ટન્સના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની સાથે સાથે લખ્યું હતું કે, ‘ભડના દીકરા હો તો આ વાઈરલ કરો.’ જાે કે ફોટો વાઈરલ કરવા અંગે એસીપીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોટો વાઈરલ કરવા અંગે કોઈ જ પ્રત્યુતર આપ્યા વગર ફોન કટ કરી નાખ્યો હતો. પોતાના જન્મદિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિફરેલા એસીપી અશોકસિંહ ચૌહાણે આજે સી આર પાટીલની ઓફિસના ફોટા વાઈરલ કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત લેવા ગયેલા લોકો અને સી.આર.પાટિલ એ પોતે પણ માસ્ક પહેર્યુ ન હોવાનું તેમણે આડકતરી રીતે ઈશારો કર્યો હતો. એસીપી ચૌહાણે ‘કેમ છો ગુજરાત’નામના સોશિયલ મીડિયાના ગ્રુપમાં ના ફોટા વાયરલ કર્યા હતા.એસીપી પોલીસ અધિકારી હોવા છતાં પણ પોતાના જ પોલીસ કમિશનરના જાહેરનામાના ઉલ્લંઘન કરતા અનેક ટીકા ટિપ્પણીનો સામનો સોશિયલ મીડિયા ઉપર તેમણે કરવો પડ્યો હતો. જેથી વિફરેલા એસીપી ચૌહાણ પોતાના નિશાના ઉપર સી.આર.પાટીલ ને લેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં સી આર પાટીલની કાર્યાલયના ફોટા વાયરલ કરવા બાબતે ટ્રાફિક વિભાગના એસીપી અશોક સિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts