સુરત ડિજિટલ વેલી બનવા તરફ આગળ ધપી રહ્યું છે
સુરત શહેરમાંથી વર્ષે ૪ હજારથી વધુ એપ્લિકેશન ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકાઈ રહી છે. સુરતના આઈટી સેક્ટરને પ્રોત્સાહન આપવા ક્ષેત્રના યુવકોએ સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટીની સ્થાપના પણ કરી છે. ગુગલ પ્લે સ્ટોરમાં એપ અપલોડ કરનાર મળીને ૪ હજાર કરોડ રૂપિયા ગુગલ ચૂકવી રહ્યું છે. સૌથી વધુ એપ્લિકેશન વરાછામાં અપલોડ કરાઇ છે. સુરતમાં ૨ હજાર ઓનલાઇન સેલર રજિસ્ટર્ડ છે, જેમાં ૨૦ હજારથી વધુ પ્રોડક્ટ સપ્લાય થાય છે. સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેકનોલોજી કાઉન્સિલના પ્રમુખ ગણપત ધામેલિયા અને ડિરેક્ટર મનિષ કાપડિયા કહે છે કે, ‘આટી ક્ષેત્રે સુરત હબ બને, યુવાઓને રોજગારી મળે તમામ આઈટી કંપનીઓ સાથે મળીને આગળ વધે તે માટે અમે આ સોસાયટીની સ્થાપના કરી છે. જેનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. સંગઠન બનાવીને સારી આગળ વધવાનો હેતું છે.’
શહેરમાં આઉટ સોર્સિંગનું કામ પણ મોટા પ્રમાણમાં કરતી કંપનીઓ છે. જેમાં ખાસ કરીને બેંકના સોફ્ટવેર મેકિંગ, ફુડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેર માટેના કામ સુરતમાં થાય છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં આઉટ સોર્સિંગનું કામ ૪ હજાર કરોડનું મળે છે. સુરતમાંથી બીઈ આઇટી, બીએસસી-એમએસસી આઈટી, બીસીએ, એમસીએ, કમ્પ્યુટર સાયન્સ સહિતના કોર્સ કરીને દર વર્ષે અંદાજે ૧૦ હજાર વિદ્યાર્થીઓ બહાર નિકળે છે, જેમાંથી ૭૦ ટકા જેટલાં વિદ્યાર્થીઓ બેંગલુરુ, મુંબઈ, પુણે જેવા શહેરોમાં નોકરી કરવા માટે જતા રહે છે.અમેરિકા-બેંગલુરુની સિલિકોન વેલીની જેમ સુરત ડિજિટલ વેલી બનવા તરફ આગળ ધપી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં જ શહેરમાં ૨ હજાર આઇ.ટી.કંપનીઓ કાર્યરત થઇ ગઇ છે, જેને ધ્યાનમાં રાખીને બિલ્ડરો હવે સ્પેશિયલ આઈટી પ્રોજેક્ટો બનાવી રહ્યાં છે. વેલંજા રંગોલી ચોકડી પાસે એક પ્રોજેક્ટ બન્યા પછી હવે ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે સરકારની આઈટી પોલીસી અંતર્ગત ૨ નવા પ્રોજેક્ટો આવ્યા છે.
Recent Comments