સુરત થી ભાઈબીજે પ્રસ્થાન પદયાત્રી સંધ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા સત્કાર કરાયો

Inboxદામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને સુરત થી પ્રસ્થાન થયેલ પદયાત્રી ભંડેરી પરિવારે આજરોજ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કર્યા ભાઈ બીજ ના પવિત્ર દીને સુરત થી પ્રસ્થાન થયેલ ભંડેરી પરિવાર ના ૧૦૦ થી વધુ પદયાત્રી ઓ મૂળ સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકા ના વેળાવદર હાલ સુરત સ્થિત સમસ્ત ભંડેરી પરિવાર ની પ્રગાઢ આસ્થા અને શ્રધ્ધાભાવ થી સુરત થી પગપાળા શરૂ કરેલ યાત્રા આજે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારતા મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી દ્વારા ભુરખિયા હનુમાનજી ની છબી અર્પણ કરી હતી અને દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુળ ના સ્વામી ચંદ્રપ્રકાશદાસજી એ પદયાત્રી ઓને આશીર્વાદ પાઠવવા ભુરખિયા મંદિરે પધાર્યા હતા અને પદયાત્રી ઓનું સત્કાર સન્માન કરાયું હતું આગામી ફેબ્રુઆરી માં યોજાનાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ઉદારહાથે ભંડેરી પરિવારે સહયોગ આપ્યો અને મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરતા ભંડેરી ઘનશ્યામભાઈ પ્રકાશભાઈ ભંડેરી અક્ષયભાઈ વધાસિયા નિશાંતભાઈ જસાણી પ્રવીણભાઈ લખાણી નિલેશભાઈ કોઠીયા નરેશભાઈ ચાંસપરા અવણિતભાઈ વડાલીયા સહિત અનેકો પદયાત્રી ઓનું મંદિર પરિસર માં ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો
Recent Comments