ગુજરાત

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને કોર્ટે દોષિત જાહેર કર્યો, ૬ આરોપીને પુરાવાના અભાવે છોડ્યાં

ગાંધીનગરઃ સેશન્સ કોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારાને દોષિત જાહેર કર્યા છે. જ્યારે અન્ય ૬ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ સહિત કુલ ૭ લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૦૧માં ઘટના બની હતી અને વર્ષ ૨૦૧૩માં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં આસારામ જાેધપુર જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે કોર્ટે ૬ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા છે. આવતીકાલે સવારે આસારામને સજાનું એલાન કરવામાં આવશે. શું છે મામલો? સુરતની બે બહેનોએ આશારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કરપ્યો હતો.

ત્યારે બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ૬ ઓક્ટોબર, ૨૦૧૩ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ ૨૦૦૧માં બની હતી. સરકાર વતી ૫૫ સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કુલ ૮ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts