સુરત દુષ્કર્મ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આપવામાં આવ્યો
મધ્યપ્રદેશના જ દતિયા અને ગ્વાલિયરમાં ૨૦૧૮ની સાલમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા ૨૪ વર્ષના અલગ-અલગ કેદીઓને આજીવન કેદ અને દેહાંતદંડની સજા થઈ હતી. દતિયાના કેસમાં તો ચાર્જશીટ ફાઈલ થયાના ૩ દિવસમાં જ પોક્સો કોર્ટે સજા સંભળાવી દીધી હતી, જ્યારે ગ્વાલિયરવાળા કેસમાં પોક્સો કોર્ટે ૫ દિવસનો સમય લીધો હતો અને પછી ૨૪ વર્ષીય આરોપીને મૃત્યુદંડ કર્યો હતો. ૨૦૧૯માં ૧૪ ઓક્ટોબરે સુરતના એક વિસ્તારમાં સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને થેલીમાં નાખવાર આરોપી અનિલ યાદવને ૩૧ જુલાઈએ સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં સરકાર સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યા હતા. આ ઘટના બાદ આરોપી અનિલ યાદવ બિહારના બક્સર નાસી છૂટ્યો હતો અને પોલીસે તેના ઘરથી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો, ત્યાર બાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી.
આરોપીએ પોતાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું હતું કે બાળકી સાથે આ અપરાધ કરતાં પહેલાં તેણે પોતાના મોબાઇલમાં અશ્લીલ ફિલ્મો જાેઇ હતી. બાળકી તેના રૂમમાં આવી જતાં જધન્ય અપરાધને અંજામ આપ્યો હતો. બાદમાં બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી. દુષ્કર્મ કેસમાં નજરે જાેનારા કોઇ સાક્ષી ન હોવાને કારણે પોલીસે સાંયોગિક પુરાવાને આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કુલ ૩૫ સાક્ષી હતા. પોલીસે હ્લજીન્નો રિપોર્ટ, ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા, બાળકીના પિતાનું નિવેદન, પાલેજ સ્ટેશનના ઝ્રઝ્ર્ફ ફૂટેજ અને આરોપીની કોલ-ડિટેલને આધાર બનાવી કોર્ટમાં એક જ મહિનામાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ સમગ્ર પુરાવાને આધારે કોર્ટે આઠ મહિનામાં જ ફાંસીની સજા ફટકારી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.સુરતની પોક્સો કોર્ટે
ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપતાં ૪ વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના ૨૯ દિવસમાં જ જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદ કરી છે. ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદાની આ ૪થા ક્રમની ઘટના છે, જ્યારે મધ્યપ્રદેશના ઘાટિયા વિસ્તારમાં ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા ૧૬ વર્ષના કિશોરને ચાર્જશીટ ફાઈલ થયાના ૨૪ કલાકમાં જ પોક્સો કોર્ટે બે વર્ષની સજા કરી હતી, એ અત્યારસુધીનો સૌથી ઝડપી ચુકાદો છે. આ ઉપરાંત એવી ચાર ઘટના છે, જેમાં માસૂમ બાળાઓ પર દુષ્કર્મ ગુજારનારા હેવાનોને અદાલતોએ ૫ દિવસની અંદર જ આજીવન કેદથી માંડીને મૃત્યુદંડની સજા કરી છે.
પોલીસ અને ન્યાયતંત્રની કામગીરીને સો-સો સલામ ભરવાનું મન થાય એવી આ ઘટનામાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને બુધવારે રાત્રે ૧૨ વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત ૧૨-૧૦-૨૦૨૧ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી-ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યાર બાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ ૧૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
Recent Comments