સુરત ના પાંડેસરા GIDCની રાણી સતી મિલમાં લાગેલી આગ ૨ કલાકે કાબૂમાં, ૨ કીલોમીટર દુર સુધી લોકો ને આકાશ માં ધુમાડા ના ગોટા દેખાયા
આગ ના બનાવો માં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, સુરત શહેરમાં આવેલા પાંડેસરા જીઆઈડીસીમાં રાણી સતી નામની મિલમાં અચ્નાક્જ સવારે ૧૦ વાગ્યા ની આસપાસ ભયંકર આગ લાગી હતી. એની જાણ થતાં ફાયર વિભાગની ૧૫ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે બે કિલોમીટર સુધી ધુમાડો દેખાયો હતો. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી ૨ કલાકેની જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સવારે બોઇલર પાસે કામ ચાલતું હતું. દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા જાેતજાેતામાં ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઊઠતા જાેતજાેતાંમાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડા દેખાયા હતા. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો હતો. એકાએક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારની દોડધામ મચી જવા પામી હતી. ત્રણ દિવસ બંધ રહ્યા બાદ મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. સવારે બોઇલર પાસે કામ ચાલતું હતું. દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા જાેતજાેતામાં ભીષણ આગ લાગી હતી તેવું માની રહ્યું છે. મિલ અંદાજે ૩૦ વર્ષ કરતાં પણ જૂની હોવાથી સ્ટ્રક્ચર પણ ખૂબ નબળું થઇ ગયું છે. આ મિલમાં ફાયરના સાધનો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
આ બનાવ બાબત ની જાણ થતાજ સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ કાબૂમાં આવી ગઈ છે અને કુલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે તે પહેલા મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટાભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતો થયો હતોપાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી ૧૫ જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લેતા બે કલાક થયા હતા. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કર્યો હતો.
મિલમાં યાર્ન અને અન્ય વસ્તુને ધીરે ધીરે બહાર કાઢવાનું પણ શરૂ કરી દેવાયું હતું. પાંડેસરા જીઆઇડીસીની અંદર ભીષણ આગ લાગતાંની સાથે આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં. કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી ગાડીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
Recent Comments