fbpx
ગુજરાત

સુરત ના પુણા માં બાળકી નીં અપહરણ કરી હત્યા કરાય અના આરોપી ના સીસીટીવી સામે આવ્યા

સુરતના પુણાગામમાં બાળકીનું અપહરણ કરી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. બીજી તરફ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.જોકે બાળકી ને લઈ જતા આરોપી ના સીસીટીવી સામે આવ્યા હતા ..સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના રોકવાનું નામ લેતું નથી. પોલીસ દ્વારા અનેક જનજાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યા છે તેમજ દુષ્કર્મીઓને ફાંસીની સજા પણ મળે છે તેમ છતાં આવા ગુનેગારો સુધારવાનું નામ લેતા નથી. મળતી માહિતી મુજબ સુરતના પુણાગામમાં શ્રમજીવી પરિવાર રહે છે. રાત્રીના સમયે શ્રમજીવી પરિવારની ૫ વર્ષીય બાળકી નિંદ્રા માણી રહી હતી તે વેળાએ અજાણ્યા ઈસમો તેણીનું અપહરણ કરીને લઇ ગયા હતા અને બાદમાં બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાળકીની હત્યા કરી તેની લાશને પુણાગામ સ્થિત ભૈયા નગરમાં આવેલા ખુલ્લા મેદાનમાં ફેકી દીધી હતી. બાળકીની લાશ સવારે મળતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બાળકી ગુમ થઇ ત્યારે પરિવાર બાળકીની શોધખોળ કરી રહ્યું હતું ત્યારે બાળકીની લાશ મળી આવતા પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. બાળકીની કોઈ ભાળ નહી મળતા પરિવાર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે બાળકી ને લઈ ને જતો ઈસમ સીસીટીવી કેમેરા મા કેદ થયો હતો…આરોપી બાળકી ને ખભા પર બેસાડી ને જાય છે તે સીસીટીવી ફૂટેજ માં સ્પષ્ટ જોઈ શકાય છે..જોકે પોલીસે જણાવ્યું હતું કે બાળકીના પિતાએ પોલીસ મથકે આવી બાળકી ગુમ થઇ હોવાની જાણ કરી હતી. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરુ કરી હતી. આ ઘટનામાં બાળકીને જે ઇસમ ઉપાડી ગયો હતો તે ઇસમની ઝડપી પાડ્યો હતો. ઇસમ ની ધરપકડ કરતા તેણે જણાવ્યું હતું કે બાળકી રડતી હોય અને બુમાબુમ કરતી હોવાથી તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં ખુલ્લા મેદાનમાં ફેકી દીધી હતી. જેથી આરોપીની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ બાળકી પર દુષ્કર્મ થયું છે કે કેમ તે અંગે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીનું નામ લલનસિંહ છે અને તે મધ્ય પ્રદેશનો રહેવાસી છે. તે પુણાગામમાં મજુરી કામ કરે છે. આ મામલે પોલીસે હજુ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts