સુરત ના ભાઠેના ખાતે વેપારીના મકાનમાંથી 1.95 લાખની ચોરી ની ઘટના બની
સુરત માં ચોરો ને પોલીસ નો કોઈ ખોફ ના હોય તે રીતે બિન્દાસ્ત ચોરી ને અંજામ આપે છે.સુરત ના ભાઠેનામાં રહેતા વેપારીના મકાનમાંથી અજાણ્યો ઘરનો નકૂચો તોડીને રૂ।.1.95 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે ઉધના પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભાઠેના તારા વિધાલય પાસે શિવશક્તિનગર સોસાયટીમાં રહેતા હિતેષભાઈ ડાયાભાઈ રામા (ઉ.વ.૩૦) ઘરની નીચેના માળે જ જરીનું કામકાજ કરે છે. તા. 14મી ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે પહેલા માળે સૂતા હતા, તેમના માતા-પિતા બીજા માળ ઉપર નાનાભાઇની રૂમમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રીના સમયે કોઇ અજાણ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રૂા.1.60 લાખ રોકડા તેમજ 35 હજારના દાગીના મળી કુલ્લે રૂા.1.95 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. હાલ સમગ્ર ઘટના ને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે..મહત્વનું છે કે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હોય તે દરમ્યાન સોસાયટી ના તમામ જગ્યા પર નિરીક્ષણ કરતી હોય છે તેમ છતાં આવી ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠે છે.
Recent Comments