સુરત ની ખૂબ સુરતી પાછળ આવી અનેકો સેવા મુહિમો રહેલી છે કીડી ને કણ ને હાથી ને મણ ની જીવદયા ને આનંદોત્સવ બનાવી દેતા સુરત વાસી ઓ
સુરત ની ખૂબ સુરતી પાછળ આવી અનેકો સેવા મુહિમો રહેલી છે કીડી ને કણ ને હાથી ને મણ ની જીવદયા ને આનંદોત્સવ બનાવી દેતા સુરત વાસી ઓ.
દાનેશ્વરી કર્ણભૂમિ એટલે સુરત શહેર માં સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી સંસ્થા ઓની અનોખી મુહિમ સૂક્ષ્મ જીવાત્મા માટે રવિવારે અંતરયાળ ડાંગ જિલ્લા ના બોટનીકલ ગાર્ડન વઘઇ ડાંગ માં ૧૧૦૦૦ હજાર શ્રીફળ માં સુરમું ભરી દરેક જીવાત્મા પ્રત્યે અપાર કરુણા નો સદેશ આપતા સુરત વાસી ઓની સેવા ને મનવંદન થયા વગર ન રહે મૂળ સૌરાષ્ટ્ર ના વિવિધ ગ્રામ્ય વિસ્તારો માંથી સુરત ને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલા અનેકો સંસ્થા ઓમાં નાની મોટી સેવા કરતા સામાન્ય પરિવાર ના વ્યક્તિ ઓ પોતા ના પરિવાર નું ગુજરાત ચલાવવા વેપાર ધંધો રોજગાર કરે છે અને રવિવારે સમય નો સદઉપીયોગ આવા હદયસ્પર્શી પરમાર્થ પાછળ શ્રમ શક્તિ ને સંપત્તિ વાપરે ખરેખર અંતર થી વાહ વાહ નો ઉદગાર મેળવી જતી આવી સેવા કરતા કર્મવિરો ના જીવન અંજલિ થાજો અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થજો દિન દુખિયા ના આંસુ લ્હો .તા કદી ના ધરજો અંતર આવા પરહિત સરિસ ધરમ નહિ ભાઈ નો સદેશ આપતા અભિયાન થી સમગ્ર માનવ સમાજ ને શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપતા આ નાના પણ નાવીન્ય પરમાર્થ ની સર્વત્ર સરાહના કરાય રહી છે.
Recent Comments