fbpx
ગુજરાત

સુરત ની ખૂબ સુરતી સ્વચ્છ સુરત ૨૦૨૧ દ્રીતીય સ્થાને સન્માનિત

આજ રોજ મહામહીમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા સુરત શહેરને સ્વચ્છતા અંગે દ્રીતીય સ્થાને સ્નમાનવામાં આવ્યુ, જેમા હજારો સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી. ગત વર્ષ ૨૦૨૦ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત થી અસંખ્ય લોકોએ તથા અધીકારીઓએ આ મિશનમાં ભાગ લીધો હતો અને સુરત શહેરને સ્વચ્છ  બનાવવા તનતોડ મહેનત કરી હતી. આ મહેનતમાં સુરત શહેરથી સૌ અધીકારીઓ સાથે  યુનિવર્સલ ફાઉન્ડેશન પણ જોડાયુ હતુ તથા તેમાં દિવસ રાત મહેનત કરવા સુરત સિવીલ ડીફેન્સના પ્રકાશકુમાર વેકરીયા પણ જોડાયા હતા જેમણે સંસ્થા સાથે મળી માત્ર ૧૦૦ દિવસ જેટલા ટુંકા ગાળામાં  એક લાખ સાત હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ રીતે જોડી સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞાઓ પુર્ણ કરાવી હતી ત્યાર બાદ તેઓએ સમગ્ર રિપોર્ટ મોટાવરાછા એસ.આઇ થી આસિસ્ટનટ કમિશ્નર સુધી મોકલાવેલા અને તેમણે પોતાના શબ્દોમાં એક હિન્દી કાવ્ય “ स्वच्छता के हम सिपाही ”સુરત મ્યુનિસીપલ કમિશ્નરશ્રીને અર્પણ કરેલુ. આ બાબતમાં પ્રકાશકુમાર વેકરીયાને સ્વચ્છતા ચેમ્પિયન  તરીકે એવોર્ડિત કરી  સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા સન્માનવામાં પણ આવ્યા હતા. આજ સુરત શહેર માટે સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવનો દિવસ છે, ત્યારે આ દિવસે આવા રાષ્ટ્ર હિતેચ્છુ લોકોને પણ યાદ કરી તમામ અધીકારીઓ અને સંસ્થાપકો અને સ્વચ્છતાકર્મીઓને પણ અભિનંદનને આપીયે.સુરત શહેરને અર્પણ કાવ્યાંજલી ……

Follow Me:

Related Posts