fbpx
ગુજરાત

સુરત ની દરેક સોસાયટી ઓમા રાધવેન્દ્ર સરકાર ની પ્રતિષ્ઠા ની રંગારંગ ઉજવણી

સુરત લાંબા વનવાસ બાદ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયાં છે સમગ્ર ભારત રામમય બની ગયું છે ત્યારે ઉત્સવની નગરી સુરત કેમ બાકી રહી જાય? સુરતમાં ઠેરઠેર ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી. સુરત સ્થિત શિવદર્શન સોસાયટી સાવલિયા સર્કલ ખાતે આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠાને વધાવવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. શિવદર્શન સોસાયટીની દરેક શેરીઓમાં વિવિધ પ્રકારની રંગોળીઓ પૂરાઈ હતી. તેમજ ભગવાન શ્રીરામના સામૈયા કરવામાં આવ્યાં હતાં. તથા મહા આરતી કરવામાં આવી હતી. 

આશરે પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામના જન્મ સ્થાને ભવ્ય મંદિર બન્યું છે. તેથી તમામ રામભક્તોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સમગ્ર ભારત દેશમાં આ અવસરે દીવાળી જેવો માહોલ સર્જાયો હતો.ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યામાં કડક બંદોબસ્ત વચ્ચે દેશ વિદેશમાંથી અનેક લોકો પધારી રહ્યા છે. ત્યારે ભારત ભૂમિ ભગવા રંગથી લહેરાય રહી છે.

Follow Me:

Related Posts