ગુજરાતના સુરત સહેર માં આવેલા ડિંડોલી વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ અને નણંદ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિના આડાસંબંધ હોવાના કારણે સતત ત્રાસ આપતા રહેતા હતા. બેંગકોક ગયા તે સમયના ડાન્સબારમાં અન્ય સ્ત્રીઓ સાથેના ફોટો બતાવતા હતા અને કહેતા હતા કે મને તારામાં કોઈ રસ નથી. ૨૦૦૫માં હિતેષ સાથે લગ્ન થયા હતા. પરિણીતાને સંતાનમાં બે દીકરીઓને છે. જે હાલ પતિ પાસે છે અને અઢી વર્ષ પહેલા દીકરીઓને પતિએ રાખી પત્નીને કાઢી મૂકી હતી. લગ્ન બાદ પતિ અને સાસરિયાઓએ દસ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસુ અને નણંદ નાની નાની બાબતોમાં ખરાબવર્તન કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પતિના આડાસંબંધના કારણે સ્વભાવ પણ બદલાઈ ગયો હતો અને વારંવાર પત્ની પર શંકા કરી અન્ય પુરૂષ સાથે નામ જાેડી ત્રાસ આપતો હતો. આ સાથે સંતાનમાં બે દીકરીઓ છે દીકરો નથી કહી અપમાનિત કરતા હતા. લગ્ન જીવન અને દીકરીઓના ભવિષ્યની ચિંતા માટે તમામ ત્રાસ સહન કર્યો હતો. સાસુ અને નણંદ સતત છૂટાછેડા આપી દેવા માટે કહેતા હતા. પતિએ ફોન અને આઈડી કાર્ડ પણ લઈ લીધા હતા. પત્નીના ફોનમાંથી અન્ય પુરૂષોને મેસેજ કરી હેરાન કરતો હતો. આ સાથે ખોટા કેસમાં ફરાવી દેવાની ધમકી પણ આપતો હતો. ૨૦૧૨માં પતિ બેંગકોક ગયો હતો. દરમિયાન અન્ય સ્ત્રીઓ સાથે ડાન્સબારમાં ફોટો પાડ્યા હતા. તે ઘરે આવીને બતાવતા અને કહેતા હતા કે, તારામાં મને કોઈ રસ નથી. તને છૂટાછેડા આપી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લઈશ. પતિના આંડાસંબંધના કારણે સતત ઝઘડાઓ થતા હતા. દરમિયાન અઢી વર્ષ પહેલા ઘરમાં કાઢી મૂકી અને દીકરીઓને સાથે રાખી તેની સાથે વાત કે મળવા પણ દેતા નથી.
Recent Comments