સુરત: પરિવારે જણાવ્યા દીકરી ગ્રીષ્માના સપના,માતાની હાલત સાંભળી થઈ જશે રુંવાડા ઉભા

સુરતના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવક ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની ગળું કાપી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે.જ્યાંસૌ કોઈ પરિવારની એકની એક દીકરીની હત્યાથી સ્તબ્ધ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની લાડકી દીકરી જેના પર હાથ મૂકેએ વસ્તુ અપાવતા હતા. એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું.તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું અને રોજ સવારે 4 વાગ્યે ઉઠીને તૈયારી પણ કરતી હતી.
-માતા જાગે એટલે રાડો પડે છે.
આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. રાધાબેન રીંકુંભાઈએ જણાવ્યું હતું કે, અમે ગંગા જેવી પવિત્ર દીકરી ગુમાવી છે. ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની જ નહીં પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટિકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી આવું એકની એક દીકરી પર ગર્વ હતો. બહાર ગામ જતી તો પણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી.
-ગ્રીસમાંએ ઘટનાના દિવસે ફોઈને શુ કહ્યું હતું.
ઘટનાના દિવસે કહ્યું હતું ફોઈ આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે ચૌટાપુલ જવાનું છે મારે ચપલ અને બુટ્ટી અને કપડાં મુકવાની નાની બેગ લેવાના છે આવશો ને.વધુમાં જણાવ્યું હતું કે ડ્રોઈંગની સાથે સાથે ખાવાનું એટલું સરસ બનાવતી કે મોંમાં સ્વાદ રહી જતો હતો.પીઝા અને સેન્ડવીચ એ પણ ચીઝવાળા તો એને ખૂબ જ ભાવતા હતા.પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી.
– ગ્રીસમાં ને કાપડનો હતો શોખ
ગ્રીસમાં ને કપડાનો ખુબ જ શોખ હતો.જીન્સ અને ટી-શર્ટ, કૂર્તા એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી. બધે જ સમયસર પહોંચવાનું અને જ્યાં પહોંચ્યા બાદ તરત ફોન પર પહોંચી ગઈ હોવાની જાણ કરતી સંસ્કારી છોકરી હતી.વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈ અને ગ્રીષ્માના પિતા એક સાચા સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવતા હતા. રોજ સવારે 4 વાગે ઉઠીને ગાયો માટે ઘાસ કાપવા જતા,ગાયોને ઘાસચારો નાખ્યા બાદ ઘરમાં પક્ષીઓને ખોરાક આપી કામે જતા હતા. દીકરીની નિર્મમ હત્યા સાંભળી એમનું તો હૃદય કપાઈ ગયું છે.
-ફોઈ એ ગ્રીસમાંને ગિફ્ટ આપવા ખરીદ્યું હતું સોનાનું બ્રેસલેટ
વધુમાં જણાવ્યું હતું કે ફોઈની સાથે બધી જ વાત શેર કરતી ને કહેતી ફોઈ મને સોનાનું બ્રેસલેટ લેવું છે મેં એને કહ્યા વગર બ્રેસલેટ લીઘું હતું બસ એને ગિફ્ટ આપવાનો સમય જોતી રહી ને એ સમય પહેલા જ અમને છોડી ને રડતા મૂકી જતી રહી ભગવાન આટલો કઠોર પણ હોય શકે એ ખબર નહોતી. વર્ષાબેન અશોકભાઈ કાનાણી (મામી) એ કહ્યું હતું કે 22 ડિસેમ્બરે જન્મ દિવસની ઉજવણી અમારી સાથે કરી હતી. માથામાં તાજ પહેરીને ઉજવણી કરી હતી. એવી તૈયાર થઈ હતી કે બસ આખું કુટુંબ ગ્રીષ્માને પરી હે તું કહીને જ બોલાવતું હતું. એવું કહેતી કે મારા પપ્પાને મેં મહિનામાં આફ્રિકાથી આવવા દો પછી નૈનિતાલ અને કેરેલા ફરવા જવાની છું, 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી. તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોમ પણ ભર્યું હતું રોજ સવારે 4 વહે ઉઠી ને તૈયારી પણ કરતી હતી. એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી. આખું કુટુંબ એને સહકાર આપતો હતો. ગઈ દિવાળી પર માતા અને મામા-મામી સાથે શ્રીનાથજી ફરવા પણ ગઈ હતી. મામીના બ્યુટી પાર્લરમાં કામ કરતી અને પાર્લરનું શીખતી પણ હતી. તેમજ દુલ્હનને તૈયાર પણ કરવા જતી હતી. બધી જ આવડત હતી. વધુમાં જણાવ્યું હતું કે આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં પોત્તા મારી દે, ઘરકામ પત્યું કે નહીં એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. બસ ભાઈની આવવાની રાહ જોઈ રહ્યા છે. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.
Recent Comments