fbpx
ગુજરાત

સુરત પલસાણાના ચલથાણ ગામે સોમેશ્વર મહાદેવની નવમી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સુરત પલસાણા તાલુકાના ચલથાણ ગામે સોમેશ્વર મહાદેવ ની નવમી સાલગીરી ની ભવ્ય તેમજ દિવ્ય ઉજવણી કરવામાં આવી. સુરત જીલ્લા ના પલસાણા તાલુકાના ચલથાણ ગામે શ્રાવણ વદ તેરસ ને ગુરુવાર તા.૨૫ ઓગસ્ટ ના રોજ સોમેશ્વર મહાદેવ ની નવમી સાલગીરી ની ભવ્ય તેમજ દિવ્ય ઉજવણી સારથી યુવા ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ, સવારે નવ વાગ્યે યજ્ઞ પ્રારંભ કરાયેલ,તેમજ યજ્ઞ પુર્ણાહુતી બાદ સાંજે ૬.૩૦ વાગે સોમેશ્વર મહાદેવ ની આરતી કરવામા આવેલ ત્યાર બાદ આશરે નવસો જેટલા ભાવિકોએ મહાપ્રસાદ લયને ધન્યતા અનુભવી હતી તેમજ રાત્રે રાસ ગરબા નુ આયોજન સોમેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં રાખેલ, આયોજનને સફળ બનાવવા સારથી એવનયુ સોસાયટી ના આઠ વિગના કનવિનરો તેમજ સારથી યુવા ગ્રુપ ના યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts