સુરત અબોલ જીવો પ્રત્યે માનવીય સંવેદના કેવી હોય ? કરુણા વત્સલ્ય માલિક ના અવસાન થી શોકાતુર શ્વાને તમામ નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું શ્વાન ની માલિક પ્રત્યે કેવી આત્મીયતા હશે ? આ તસવીર ઉપર થી ખ્યાલ આવે છે સુરત શહેર માં રહેતા પ્રજાપતિ માલિક નુ અવસાન થતા તેના વફાદાર શ્વાન બેસણામાં સમયે શ્રધ્ધાંજલી પાઠવવાની મુદ્રામાં માલિકની તસ્વીર સામે શાંત બેસી રહ્યો… પલસાણાા તાલુકાના ચલથાણ ગામે સીલીકોન ટાઉન સોસાયટી રહેતા પ્રજાપતી નાથુભાઇ (ઈંટવાલા) નુ તા.૨૨/૮/૨૧ ના રોજ અવસાન થતા તેના વફાદાર શ્વાન(ચેમ્પુ)બેસણાના સમયે શ્રધ્ધાંજલી પાઠવવાની મુદ્રામાં માલિકની તસ્વીર સામે (જયા દરરોજ સ્વ.નાથુદાદા હિંચકા પર બેસતા તે જ હિંચકા પર તસ્વીર રાખવામા આવેલ)એકીટશે ધ્યાન ધરીને જાણે પ્રાથના કરીને માલિક ને શ્રધ્ધાંજલી પાઠવી અને તે રીતે ઘણા સમય સુધી મુક બની માલિક સ્વ.નાથુદાદા પ્રજાપતિ ની તસ્વીર સામે ઘણા સમય સુધી બેસી રહેલ,સ્વ.નાથુદાદા નો પ્રિય શ્વાન(ચેમ્પુ)બહુ વાર સુધી બેસી રહ્યો વફાદારીનું આ દૃશ્ય જોઇને બેસણામાં આવેલ અન્ય લોકો પણ ચકીત થઇ ગઇ હતા સત્ય પ્રેમ કરુણા થી માણસ તો શું અબોલ જીવો પણ પ્રભાવિત થાય છે
સુરત પશુઓ સાથે માનવીય સંવેદના શ્વાન સાથે કેટલી આત્મીયતા હશે ? માલિક ના અવસાનથી શ્વાન પણ મુક શોકાતુર બન્યો

Recent Comments