આઝાદી કા અમૂર્ત મહોત્સવ નિમિતે આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર સુરત શહેરમાં મહા વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે પાલિકાના વેસ્ટઝોનના આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી ડો.નિમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, દરેક ઝોનના દરેક આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. લોકોનો પણ રિસ્પોન્સ સારો મળી રહ્યો છે.
પાલિકા દ્વારા અગાઉ ૯ મહિના બે ડોઝ વચ્ચે થયા હોય તેમને પ્રિકોશનનો ત્રીજાે રસીનો ડોઝ અપાતો હતો. જાે કે હવે આ સમયગાળામાં ઘટાડો કરીને ૬ મહિનાનો સમય ગાળો કરવામાં આવ્યો છે. જેના કારણે રસીના લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. વળી હાલ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ રસીકરણથી લોકોના આરોગ્ય વધુ ફાયદો થશે તેમ પણ પાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણ સામે અકસિર ઈલાજ સમાન રસી સાબિત થઈ રહી છે. ત્યારે સુરતમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ૧૮ વર્ષથી ઉપરનાને રસી આપવા માટે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં આરોગ્ય કેન્દ્ર પર રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકો રસી મૂકાવી પોતાને સુરક્ષિત કરી રહ્યાં છે.
Recent Comments